હાર્દિક પંડ્યા પહેલી સીરિઝ હારવાની કગાર પર, આ 5 ખામી દૂર કરવી પડશે નહીં તો..

PC: twitter.com

હાલમાં ભારત અને શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝ રમાઇ રહી છે. હાલમાં આ સીરિઝ 1-1થી બરાબરી પર છે. આજે સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રમવાની છે. આ મેચ રાજકોટમાં રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચમાં ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી. જ્યારે પૂણેમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. T20 સીરિઝથી સીનિયર ખેલાડી બહાર છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં યુવા ટીમ ઉતરી રહી છે.

કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા સીરિઝ ઘણી વખત વધુ પડતા આત્મવિશ્વાસમાં દેખાયો. તેણે છેલ્લી મેચમાં 5 મોટી ખામીઓ દૂર કરવી પડશે, નહીં તો શ્રીલંકન ટીમ ભારતમાં પહેલી વખત T20ની દ્વિપક્ષીય સીરિઝ જીતવામાં સફળ થઇ શકે છે. કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી કોઇ T20 સીરિઝ ગુમાવી નથી.

5 મોટી ખામીઓ:

હાર્દિક પંડ્યાએ મેદાનના રેકોર્ડ મુજબ ચાલવું પડશે. મુંબઇમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો ચાન્સ મળ્યો હતો. ત્યારે હાર્દિકે કહ્યું હતું કે, અમે ટોસ જીતી પણ જતા તો પહેલા બેટિંગ કરતા, જ્યારે વાનખેડેમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમ વધુ સફળ રહી છે. તો પૂણેના રેકોર્ડ વિરુદ્ધ હાર્દિકે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમને હાર મળી. એવામાં ત્રીજી મેચમાં તેણે આ ભૂલ કરતા બચવું પડશે.

પહેલી મેચમાં તેણે 20મી ઓવર સ્પિનર અક્ષર પટેલને આપી હતી, જ્યારે તેની પોતાની જ ઓવર બાકી હતી. તે સારી બોલિંગ કરી રહ્યો હતો. ઝાકળવાળા મેદાન પર સ્પિનર્સ માટે બોલિંગ સરળ રહેતી નથી. જો કે, અક્ષર પટેલ ભારતને મેચ જીતાડવામાં સફળ રહ્યો હતો.

હાર્દિક પંડ્યાએ ટીમમાં બદલાવ કરતા બચવું પડશે. પહેલી T20 બાદ બીજી મેચમાં 2 બદલાવ કરવામાં આવ્યા. જો કે, ઇજાના કારણે સંજુ સેમસન બહાર થઇ ગયો હતો. તેની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને ચાન્સ મળ્યો. તો ફાસ્ટ બોલર હર્ષલ પટેલની જગ્યાએ અર્શદીપ સિંહને ઉતારવામાં આવ્યો. હર્ષલ પટેલ લાંબા સમય બાદ મેચ રમી રહ્યો હતો. એવામાં તેને ઓછામાં ઓછી બે મેચમાં ચાન્સ આપવું જરૂરી હતી. પહેલી T20માં તેણે 2 વિકેટ પણ લીધી હતી. બીજી તરફ અર્શદીપ ખૂબ મોંઘો સાબિત થયો.

હાર્દિક પંડ્યાએ IPL 2022માં એક બેટ્સમેન તરીકે એન્કરવાળો રોલ નિભાવ્યો હતો. શ્રીલંકા વિરુદ્ધ યુવા ટીમ ઉતરી રહી છે. તેણે અહીં પણ એવો જ રોલ નિભાવવો પડશે. બીજી T20 મેચમાં જો વિકેટ બચી હોત તો ભારતીય ટીમ મેચ જીતી શકતી હતી.

બીજી T20 મેચની વાત કરીએ તો પહેલી 6 ઓવરમાં જ કેપ્ટન હાર્દિક પંડ્યાએ 5 બોલરોને અજમાવ્યા હતા. એટલે કે તેણે કોઇ પણ બોલર પર પાવરપ્લેમાં ભરોસો ન દેખાડ્યો. મોટી મેચમાં તેણે આ પ્રકારના બદલાવ કરતા બચવું પડશે. મેચ બાદ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, અમે યુવાઓના ખરાબ પ્રદર્શન બાદ પણ તેમના પર ભરોસો યથાવત રાખીશું. એવામાં ત્રીજી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં બદલાવની સંભાવના ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp