કેપ્ટન્સી મળતા જ રોહિત શર્માને ભૂલ્યો હાર્દિક પંડ્યા? આપી દીધું આ નિવેદન

PC: thehindubusinessline.com

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 અને એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. તેની શરૂઆત 3 જાન્યુઆરી એટલે કે આજથી T20 મેચથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. T20 સીરિઝ માટે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળવાનો છે. આ અનુસંધાને હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપ 2023ને લઇને એક મોટી પ્રતિક્રિયા આપી દીધી છે.

આજથી શરૂ થનારી T20 સીરિઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટન્સી કરવા જઇ રહ્યો છે. આ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ત્રીજી સીરિઝ થવાની છે. આ સીરિઝ જીતવા માટે તે ભરપૂર પ્રયાસ કરવાનો છે. ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓના ખભે તેની જવાબદારી રહેવાની છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરતા કહ્યું કે, વર્લ્ડ કપ જીતવો એ નવા વર્ષનો સૌથી મોટો સંકલ્પ છે.

તેની આ વાતે સ્પષ્ટ કરી દીધું છે કે, હાર્દિક પંડ્યા આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ પર નજર જમાવીને બેઠો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સીરિઝની શરૂઆત આજથી થવાની છે. આ સીરિઝમાં ભારતીય ટીમની આગેવાની હાર્દિક પંડ્યા કરવાનો છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમે મુંબઇમાં પહોંચીને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ભારતીય ખેલાડી મેચ અગાઉ મેદાન પર ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. રોહિત શર્મા ન હોવાથી કેપ્ટન હાર્દિક પંડ્યા સામે ઓપનિંગની સમસ્યા રહેવાની છે. તો મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનનું રમવાનું પાક્કું છે. તો તેની સામે બોલર પસંદ કરવાની પણ સમસ્યા ઊભી થવાની છે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

શ્રીલંકાના ભારત પ્રવાસ પર T20 સીરિઝનું શિડ્યૂલ:

પહેલી T20 મેચ: 3 જાન્યુઆરી, મુંબઇ.

બીજી T20 મેચ: 5 જાન્યુઆરી, પૂણે.

ત્રીજી T20 મેચ: 7 જાન્યુઆરી, રાજકોટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp