શ્રીલંકા સામેની મેચમાં પંડ્યાને થયેલી ઈજા કેટલી ગંભીર, હાર્દિકે પોતે આપી માહિતી

ભારત અને શ્રીલંકાની વચ્ચે રમવામાં આવી રહેલી T20 સીરિઝની પહેલી મેચમાં ભલે ટીમ ઈન્ડિયા જીતી ગઈ હોય અને સીરિઝમાં પણ તે આગળ હોય પરંતુ, તે સમયે ભારતીય ફેન્સ ચિંતિત થઈ ગયા હતા, જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા એક કેચ પકડતી વખતે હળવી ઈજાનો ભોગ બન્યો હતો. કેચ તો પકડી લેવામાં આવ્યો પરંતુ, ત્યારબાદ થોડીવાર બાદ હાર્દિક પંડ્યા મેદાનમાંથી બહાર ગયો અને પાછો આવી પણ ગયો. તેની ગેરહાજરીમાં વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવે કેપ્ટનની જવાબદારી નિભાવી. એટલું જ નહીં, મુશ્કેલીઓ એ સમયે પણ વધતી દેખાઈ રહી હતી જ્યારે છેલ્લી ઓવર કેપ્ટને પોતે ના નાંખી અને તેણે અક્ષર પટેલને બોલિંગની કમાન સોંપી, જે એ સમયે ઘાતક લાગી રહ્યું હતું.

જોકે, હાર્દિક પંડ્યાએ જાતે જ બોલિંગ કરવાની હતી પરંતુ, તેણે અક્ષર પટેલને આ કામ આપ્યું અને પટેલે તેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી અને મેચ પણ ભારતના પક્ષમાં આવી ગઈ. પરંતુ, હવે હાર્દિક પંડ્યાની ઈજાને લઈને અપડેટ સામે આવ્યું છે.

હાર્દિક પંડ્યાએ પોતાની ઈજા વિશે જાતે જ માહિતી આપી છે. મેચ બાદ કેપ્ટને કહ્યું કે, તેને બધાને બીવડાવવા ગમે છે જોકે, આ વાત તેણે મજાકિયા અંદાજમાં કહી અને ત્યારબાદ બોલ્યો કે, તેનો પગ ટ્વિસ્ટ થઈ ગયો હતો. બોલ્યો કે, મેચ પહેલાની રાત્રે તેણે પર્યાપ્ત ઊંઘ નહોતી લીધી અને પર્યાપ્ત પાણી પણ પીધુ ન હતું. આથી, ક્રેમ્પ આવી ગયો હતો. હું થોડો અસ્વસ્થ હતો અને શરીરમાં તરલ પદાર્થની ઉણપ હતી. એટલે કે, પોતાની ઈજા વિશે હાર્દિક પંડ્યાએ પોતે જ બધી વાત સ્પષ્ટ કરી દીધી છે, તેનાથી જે સસ્પેન્સ હતું કે આવનારી મેચમાં તે રમી શકશે કે નહીં તેના પરથી પડદો ઉઠી ગયો છે.

આવનારી મેચમાં પણ તે કેપ્ટન તરીકે રમતો દેખાશે. હાર્દિક પંડ્યાએ પહેલી મેચની પહેલી ઓવર પોતે જ નાંખી અને સારી બોલિંગ પણ કરી. જોકે, તેની પાસે ઓપ્શન હતો કે તે શિવમ માવી, ઉમરાન મલિક અથવા તો પછી હર્ષલ પટેલ પાસે પણ કરાવી શકતો હતો પરંતુ, કેપ્ટને આ જવાબદારી પોતે જ ઉઠાવી. તેના પર વાત કરતા પંડ્યાએ કહ્યું કે, જ્યારથી તે IPLમાંથી પાછો આવ્યો છે, નેટમાં નવા બોલથી બોલિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેણે હવે નવા બોલને સ્વિંગ કરાવવાનું પણ શીખી લીધુ છે. જે તેની બોલિંગમાં જરા દેખાયુ પણ ખરું.

હાર્દિક પંડ્યા પોતાની ઈન્જરી અને ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે. તે ગત વર્ષે થોડાં સમય માટે પ્રોબ્લેમમાં હતો આથી, તે ભારતીય ટીમમાંથી પણ બહાર રહ્યો છે. દરમિયાન જ્યારથી હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો કેપ્ટન બન્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે આવનારા સમયમાં પણ T20નો કેપ્ટન રહેશે, ત્યારથી ક્રિકેટ દિગ્ગજ તેની ફિટનેસને લઈને પોતાના અભિપ્રાય પણ રજૂ કરે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યાના વિકલ્પની શોધ પણ BCCIએ કરવી જોઈએ કારણ કે, હાર્દિક પંડ્યા જો ઈન્જરીનો શિકાર થઈ જાય તો પછી તમારી પાસે એક બેકઅપ કેપ્ટન પણ હોવો જોઈએ. જોકે, હાર્દિક પંડ્યા આગળ પણ કેપ્ટન રહે છે કે નહીં તે ત્યારે સ્પષ્ટ થશે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરિઝ રમાશે. જોવાનું રહેશે કે ત્યારે ટીમની કમાન કોના હાથમાં રહે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.