‘યુવા ટીમ છે એટલે ભૂલો તો થશે જ.’ WI સામે T20 હાર બાદ આ શું બોલી ગયો પંડ્યા

PC: hindustantimes.com

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને T20 સીરિઝ રમી રહી છે. આ અગાઉ ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો અને તેણે સીરિઝ જીતી લીધી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને મેજબાન વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ પહેલી T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, તેની ટીમથી ભૂલ ક્યાં થઈ. ભારતીય ટીમ 150 રનનું લક્ષ્ય પણ હાંસલ ન કરી શકી. હાલના પ્રવાસ પર ભારતીય ટીમે ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં જીતથી શરૂઆત કરી હતી.

5 મેચોની T20 સીરિઝમાં ભારતીય ટીમ 0-1થી પાછળ છે. હાર્દિક પંડ્યાનું કહેવું છે કે યુવા ટીમ છે એટલે ભૂલો તો થશે જ. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રાખવામાં આવેલા 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી. વખાણ કરવા પડશે વેસ્ટ ઇન્ડીઝના બોલરોના જેમણે આ સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો. અનુભવી જેસન હોલ્ડરની આગેવાનીમાં વેસ્ટ ઇન્ડીઝના બોલરોએ અનુશાસીત બોલિંગ કરીને ભારતીય સ્ટાર્સને ભૂલ કરવા પર મજબૂર કરી દીધા.

પહેલી T20 મેચમાં હાર મળ્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે, ‘આ મેચમાં કેટલીક ભૂલો કરી, જેમનું પરિણામ અમારે ભોગવવું પડ્યું. યુવા ટીમ છે એટલે ભૂલો તો થશે જ. અમે એક સાથે આગળ વધી રહ્યા છીએ. આખી મેચ અમારા કંટ્રોલમાં હતી, જે સકારાત્મક પહેલું છે. T20 ક્રિકેટમાં જો તમે વિકેટ ગુમાવો છો તો લક્ષ્યને હાંસલ કરવું મુશ્કેલ થઈ જાય છે. અમારી સાથે પણ એવું જ થયું. કેટલાક એવા શોટ્સ હોય છે જે મેચની દિશા બદલી દે છે, પરંતુ વિકેટ પડવા પર લક્ષ્ય હાંસલ કરવાનું મુશ્કેલ થઈ જાય છે.'

ભારતીય ટીમ તરફથી ડેબ્યૂટેન્ટ તિલક વર્માએ સૌથી વધુ 39 રનની ઇનિંગ રમી. સૂર્યકુમાર યાદવ 21 રન બનાવીને આઉટ થયો તો, કેપ્ટન હાર્દિક પંડ્યાએ 19 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ ડેબ્યૂટેન્ટ મુકેશ કુમાર અને તિલક વર્માણ ભરપેટ ભખણ કર્યા. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, મુકેશ કુમાર વેસ્ટ ઇન્ડીઝમાં છે અને ત્રણેય ફોર્મેટમાં તેણે ડેબ્યૂ કર્યું. તે વાસ્તવમાં સારો છે. દિલથી તે ટીમ માટે યોગદાન આપે છે. તિલક વર્માએ જે પ્રકારની શરૂઆત કરી તે જોઈને સારું લાગ્યું. તે નીડર થઈને રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp