હાર્દિક પંડ્યાએ ખોલી પાકિસ્તાનની પોલ- એક એક કરીને ગણાવી ભૂલો, બોલ્યો-તેઓ જીતવા..

PC: twitter.com

ભારતીય ટીમે પાકિસ્તાનને વર્લ્ડ કપ મેચમાં ફરી એક વખત હરાવી દીધી. ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાની ટીમને 7 વિકેટે હરાવી દીધી. ભારતીય ટીમનો પાકિસ્તાન પર કેવો દબદબો રહ્યો હશે, તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે તેણે આ મેચ 30.3 ઓવરમાં જ જીતી લીધી. પાકિસ્તાનની ટીમ આ મેચમાં એક સમયે 2 વિકેટ ગુમાવીને 155 રન બનાવીને મજબૂતીથી આગળ વધી રહી હતી, પરંતુ ભારતીય બોલરોએ પલટવાર કરતા તેને 191 રન પર જ ઢેર કરી દીધી.

અંતે આ કમાલ કઇ રીતે થઈ. મેચ બાદ આ સવાલનો જવાબ હાર્દિક પંડ્યાએ વિસ્તારથી આપ્યો. મેચમાં 2 વિકેટ લેનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનની એક એક કરીને બધી પોલ ખોલી દીધી. હાર્દિક પંડ્યાએ મેચ બાદ ઈરફાન પઠાણ અને ગૌતમ ગંભીર સાથે વાત કરી. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, પાકિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ કદાચ તેઓ થોડા ડરીને રમી રહ્યા હતા એટલે પાકિસ્તાની બેટ્સમેનોએ એવી ભૂલો કરી જે વન-ડે મેચોમાં આશા કરવામાં આવતી નથી.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સારી પાર્ટનરશિપ કરી રહ્યા હતા, ત્યારે પણ તેઓ ભારતીય બોલરો પર એટેક કરી રહ્યા નહોતા. પાકિસ્તાની બેટ્સમેનોએ ઘણા બધા ડોટ બૉલ રમ્યા. તેમણે એટેક કરવાનો જરાય પ્રયાસ ન કર્યો. એક પ્રકારે તેમને ભારતીય બોલર્સને સેટ થવાનો અવસર આપ્યો. પાકિસ્તાની બેટ્સમેનોએ જે રમત દેખાડી તે વન-ડે મેચોમાં ચાલતી નથી. જો લાંબી પાર્ટનરશિપ હોય અને બંને જ બેટ્સમેન રિસ્ક ન લો તો તેનાથી બોલર્સને વાપસી કરવાનો અવસર મળે છે.

હાર્દિકે આગળ કહ્યું કે, જ્યારે પણ એવી પાર્ટનરશિપ તૂટે છે તો બોલર્સને પલટવાર કરવાનો અવસર મળે છે. જો તેઓ (પાકિસ્તાની બેટ્સમેન) થોડી નીડરતા દેખાડતા તો સ્થિતિ કદાચ કંઈક અલગ થઈ શકતી હતી, પરંતુ એમ લાગ્યું કે તેઓ જીતવા માટે રમી રહ્યા નહોતા. ગૌતમ ગંભીર, ઈરફાન પઠાણ અને પાકિસ્તાની દિગ્ગજ વકાર યુનુસે માન્યું કે જ્યારે બાબર આઝમ અને  મોહમ્મદ રિઝવાન બેટિંગ કરી રહ્યા હતા, જ્યારે આ બંનેમાંથી કોઈ એક બેટ્સમેને આક્રમક હોવું જોઈતું હતું, પરંતુ બાબર કે રિઝવાને એમ ન કર્યું. જેથી પાકિસ્તાન પર દબાવ બની ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp