2 વર્ષ પહેલા હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા વિશે જે કહેલું એ કેટલું સાચું, જાણો

PC: sportskeeda.com

IPL ક્રિકેટ જગતમાં સૌથી મોટી ક્રિકેટ લીગમાંથી એક છે. આ લીગમાં દરેક ખેલાડી રમવા માગે છે. એમાં કોઇ શંકા નથી કે ભારતને આ લીગથી ફાયદો થયો છે અને તેની પાસે એક મજબૂત બેંચ સ્ટ્રેંથ તૈયાર થઇ છે. તેને જોતા હાર્દિક પંડ્યાએ બે વર્ષ પહેલા એક નિવેદન આપ્યું હતં. પંડ્યાએ જુલાઈ 2021માં શ્રીલંકા પ્રવાસ પર કહ્યું હતું કે ભારત પાસે એટલાં પ્રતિભાશાળી ખેલાડી છે કે તે વધુ બે ટીમો ઉતારી શકે છે અને ટૂર્નામેન્ટ જીતી પણ શકે છે. પણ શું ખરેખર આવું છે?

પંડ્યાએ જ્યારે આ નિવેદન આપ્યું હતું ત્યારથી લઇ અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાના સફર પર નજર નાખીએ તો જાણ થાય છે કે મુખ્ય ખેલાડીઓના રહેતા જ્યારે ટીમે નિરાશ કર્યા તો યુવા ખેલાડીઓના દમે ટૂર્નામેન્ટ જીતવાની વાત કેટલી પ્રેક્ટિકલ લાગે છે?

હાલમાં હાર્દિક પંડ્યાના નેજા હેઠળ ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડીઝ સામે પાંચ મેચોની ટી20 સીરિઝ રમી રહી છે અને આ સીરીઝમાં ટીમના મોટાભાગના મુખ્ય ખેલાડીઓ નથી અને આ સીરીઝની પહેચી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે.

જ્યારે ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021ની ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ ગઇ હતી અને તેની વચ્ચે ભારતીય બોર્ડે શીખર ધવનની કેપ્ટન્સીમાં યુવા ખેલાડીઓની ટીમને શ્રીલંકા પ્રવાસે મોકલી હતી. અહીં ત્રીજી વનડે જીતવાની સાથે જ ટીમે સીરીઝ જીતી લીધી હતી. ત્યાર પછી હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, ભારતની પાસે એટલું ટેલેન્ટ છે કે તેઓ વધુ બે ટીમો ઉતારી શકે છે અને કોઇપણ ટૂર્નામેન્ટ જીતી શકે છે. પંડ્યાના આ નિવેદનથી લઇ અત્યાર સુધીમાં જો ભારતીય ક્રિકેટ ટીમનું મોટી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન જોવામાં આવે તો નિરાશા જ હાથે મળી છે.

2021માં ભારતે ટી20 વર્લ્ડ કપમાં ભાગ લીધો પણ સેમીફાઈનલ સુધી પણ પહોંચી શકી નહીં. 2022માં ભારતે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ રમ્યો, જેમાં પણ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર મળી હતી. આ ત્યારે બન્યુ જ્યારે ભારતના બે મોટા સ્ટાર ખેલાડી રોહિત અને વિરાટ ટીમમાં સામેલ હતા.

આ વર્ષની શરૂઆતમાં જ બાંગ્લાદેશે ભારતને સીરીઝમાં હરાવ્યું હતું. અહીં રમાયેલી વનડે સીરીઝમાં ભારતે હારનો સામનો કર્યો હતો. તો ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને ભારતમાં જ વનડે સીરિઝમાં હરાવ્યું હતું.

એ વાતમાં કોઇ શંકા નથી કે ભારત પાસે સારા પ્રતિભાશાળી ખેલાડી છે. જે આગળ ચાલીને ભારતીય ક્રિકેટના ભવિષ્યને આગળ લઇ જઇ શકે છે. શુભમન ગિલ હોય કે ઈશાન કિશન, રિષભ પંત કે યશસ્વી જાયસવાલ..આ દરેકે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની સારી રમત દેખાડી છે. પણ એ વાત કહેવી કે, ભારત વધુ બે ટીમ ઉતારી શકે છે અને કોઈપણ ટૂર્નામેન્ટ જીતી શકે છે આ વાત ગળે ઉતરે એમ નથી. ભારતીય ટીમ આ હાંસલ કરવામાં હજુ ઘણી દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp