હાર્દિક પંડ્યાએ પકડ્યો એવો કેચ, જેણે સૌને કરી દીધા હેરાન, જુઓ વીડિયો

PC: indiatv.in

હાલમાં રાયપુર ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ ચાલી રહી છે. ભારતીય ટીમના બોલરોએ અડધા ઉપરની ન્યુઝીલેન્ડની ટીમને મેચની શરૂઆતમાં જ પેલેવિયન ભેગી કરી દીધી છે. ભારતીય ટીમ ઘણી સારી બોલિંગ કરતી જોવા મળી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બીજી મેચની 10મી ઓવરમાં રાયપુર મેદાન પર હાર્દિક પંડ્યાએ જે કર્યું તે ઘણા લોકોએ કદાચ પહેલા નહીં જોયું હોય.

ન્યુઝીલેન્ડની ટીમે ટોસ ગુમાવ્યા પછી પહેલા બેટિંગ કરવા માટે આવી હતી. ન્યુઝીલેન્ડની ટીમને પહેલી ઓવરથી જ ઝટકો લાગવાનું શરૂ થઈ ગયું હતું. સાતમી ઓવર સુધીમાં કીવીની ટીમના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન ક્રિઝ છોડી ચૂક્યા હતા. ન્યુઝીલેન્ડની ઈનિંગની 10મી ઓવરમાં બોલ હાર્દિક પંડ્યાના હાથમાં હતી અને સામે ઊભો હતો સલામી બેટ્સમેન ડે્વન કોનવે. તે સાત રન બનાવીને ક્રીઝ પર ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.

હાર્દિક પંડ્યાએ પોતાના પહેલા ઓવરની ચોથી બોલને ઓફ સ્ટમ્પ પર લેન્થ ડિલીવરી નાખી. કોનવેએ સ્ટ્રેટ ડ્રાઈવ કર્યો પરંતુ બોલે થોડી દૂરીને હવામાં પાર કરી હતી. આ પહેલા બોલ પંડ્યાની જમણી બાજુએ ટપ્પી ખાઈ તે પહેલા જ વીજળીની ગતિથી બોલને પકડી લીધો હતો. બોલ તેના હાથમાં એ રીતે ચિપકો હતો જાણે હાથમાં ફેવિકોલ લગાવેલું હતું અને તેની સાથે બોલ ચોંટી ગયો. રિફ્લેક્શન એક્શનમાં પકડવામાં આવેલા આ કેચે કોનવેની સાથે હાર્દિકને પોતાને હેરાન કરી દીધો હતો.

સીરિઝની પહેલી મેચ જીતીને 1-0થી બઢત બનાવી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં પણ શાનદાર શરૂઆત કરી છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના સુપરહીટ થવા પર મોહમ્મદ સિરાઝે પોતાની પહેલી ઓવરમાં જ વિકેટ લીધી હતી. તેણે પોતાની પાંચમી બોલ પર કીવીના ઓપનર ફિન એલનને પેવેલિયન ભેગો કરી દીધો હતો. તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. શમીએ મિડન વિકેટની સાથે પોતાના ઓવરને ખતમ કરી હતી.

ટીમને બીજી સફળતા મોહમ્મદ સિરાઝે અપાવી હતી અને છઠ્ઠી ઓવરમાં હેનરી નિકલ્સને શુભમન ગિલના હાથે કેચ અપાવ્યો હતો. નિકલ્સને 10ની સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 2 રન બનાવ્યા હતા. એફ વખત ફરીથી શમીએ બોલિંગ કરતા તેણે 1 રન પર ડેરિલ મિશેલને ચાલતો કર્યો હતો. જેના પછી હાર્દિક પંડ્યાએ મેજિકલ કેચ પકડીને સૌને હેરાનીમાં મૂકી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp