છેલ્લી ઓવરના રોમાંચ પર હાર્દિકે આપી પ્રતિક્રિયા, અક્ષરે નાખી હતી 20મી ઓવર

PC: twitter.com

ટીમ ઈન્ડિયાએ નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રનના અંતરથી હરાવ્યું હતું. શ્રીલંકાને જીતવા માટે 163 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 160 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

જીતથી ઉત્સાહિત કેપ્ટન હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર અક્ષરને બોલિંગ કરાવવા વિશે કહ્યું, હું આ ટીમને કઠિન પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવા માંગુ છું જેનાથી અમને મોટી મેચોમાં મદદ મળશે. દ્વિપક્ષીય સીરિઝમાં અમે ખૂબ સારા છીએ અને અમારી જાતને ચેલેન્જ આપવા માંગીએ છીએ. સાચું કહું તો, બધા જ યુવાન ખેલાડીઓએ આજની પરિસ્થિતિમાં સરસ કામ કર્યું છે.

માવી સાથેની વાતચીત અંગે તેણે કહ્યું કે વાતચીત સરળ હતી. મેં શિવમ માવીને IPLમાં બોલિંગ કરતા જોયો હતો. હું જાણતો હતો તેની શક્તિઓને અને તેણે પણ એવું જ કર્યું. હું પણ તેની જગ્યાએ હોત તો મેં મારી સ્ટ્રેંથ પર કામ જ કર્યું હોત.

મેચની વાત કરીએ તો હાર્દિકે બેટ વડે 27 બોલમાં 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બોલિંગમાં ભલે તે વિકેટલેસ રહ્યો, પરંતુ તેણે કેપ્ટન તરીકે આ મેચમાં પણ પોતાને સાબિત કરી બતાવ્યું. અક્ષરને છેલ્લી ઓવર કરાવવાની હોય કે મહત્વના સમયે માવીને બોલ સોંપવાનો હોય, તેણે દરેક નિર્ણયથી પ્રભાવિત કર્યા.

આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે દીપક હુડાના 41 અને ઈશાન કિશનના 37 રનના આધારે 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી અને વારંવાર અંતરાલ પર વિકેટો ગુમાવી હતી. ભારત તરફથી ડેબ્યૂ કરનાર શિવમ માવીએ 4 વિકેટ ઝડપી હતી. સીરિઝની બીજી મેચ 5 જાન્યુઆરીએ એમસીએ ખાતે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp