મહિલા ક્રિકેટ ટીમની કેમ્પટ હરમનપ્રીત કૌરને મેદાન પર ગુસ્સો કરવાની મળી સજા

PC: cricketaddictor.com

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. કેપ્ટન હરમનપ્રીત કૌર પર બાંગ્લાદેશની સામે શનિવારે ટાઇ થયેલી મેચ પછી સામાનને નુક્સાન પહોંચાડવા અને અમ્પાયરોની ટીકા કરવા માટે 2 મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનો અર્થ એ થશે કે કૌર એશિયન ગેઈમ્સની શરૂઆતી મેચોમાં રમી શકશે નહીં. હરમનપ્રીતને નાહિદા અખ્તરની બોલ પર આઉટ કરવામાં આવી હતી પણ તેણે દાવો કર્યો કે બોલ તેની બેટના નીચેના ભાગમાં લાગી છે. પેવેલિયન પાછા ફરતા સમયે હરમનપ્રીતે તેનો ગુસ્સો સ્ટંપ તોડી કાઢ્યો હતો.

હરમનપ્રીત આટલે જ નહીં થંભી. ત્યાર પછી પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન તેણે અમ્પાયરોની ટીકા કરી અને એવું પણ કહી દીધું કે અમ્પાયરોએ બંને ટીમોની સાથે ટ્રોફી લેવાના કાર્યક્રમમાં ભાગ લેવો જોઇએ. હરમનપ્રીતના આ અશિષ્ટ વ્યવહારને કારણે બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાના પોતાની ટીમની સાથે ત્યાંથી જતી રહી. સાથે જ નિગારે ભારતીય કેપ્ટનને શિષ્ટાચાર શીખવાડવાની સલાહ આપી.

BCCIના સૂત્રોએ ગોપનીયતાનો હવાલો આપી સમાચાર એજન્સીને કહ્યું હતું કે, હરમનપ્રીત પર મેચના સામાનોને નુકસાન પહોંચાડવા અને મેચ અધિકારીઓની ટીકા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના પર ચર્ચા ચાલી રહી છે કે તેના ખાતામાં 3 ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવે કે 4 પોઈન્ટ. તેમણે કહ્યું કે, જો 24 મહિનાની અંદર 4 ડિમેરિટ પોઈન્ટ મળે છે તો પછી ખેલાડીને એક ટેસ્ટ કે બે T20 મેચમાંથી બહાર રાખવામાં આવે છે. આ કેસમાં હરમનપ્રીતને એશિયન ગેમ્સની બે મેચોમાંથી બહાર રહેવું પડી શકે છે.

ખરાબ અમ્પાયરિંગને કારણે હરમનપ્રીત તેનો પિત્તો ગુમાવી બેસી. સ્ટમ્પ તોડવાની સાથે તેણે બાંગ્લાદેશના અમ્પાયરોને પણ ખૂબ સંભળાવ્યું. ચોંકાવનારી વાત એ રહી કે ભારત બાંગ્લાદેશની વચ્ચે થયેલી આ ટી20 અને વનડે સીરિઝ માટે DRS અવેલેબલ નહોતું. જો ડીઆરએસ હોત તો કદાચ આ તમાસો નહીં થાત. એટલું જ નહીં આ મેચો માટે કોઈ ન્યૂટ્રલ અમ્પાયર પણ નહોતા. ફીલ્ડ અને ટીવી અમ્પાયર બંને બાંગ્લાદેશના જ હતા. જેને લઈ તેમની નિષ્પક્ષતા પર પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. આ કારણે હરમનપ્રીત કૌર ખફા થઇ અને પોતાનો પિત્તો ગુમાવી બેસી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp