હર્ષા ભોગલેએ પસંદ કરી વર્ષ 2022ની ટેસ્ટ ટીમ ઓફ ધ યર, માત્ર એક ભારતીયને આપી જગ્યા

PC: crictips.com

ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ 2-0થી જીતીને વર્ષનો શાનદાર અંદાજમાં અંત કર્યો છે. હવે ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલેએ વર્ષ 2022 માટે પોતાની ટેસ્ટ ટીમ ઓફ ધ યર પસંદ કરી છે. ખાસ વાત એ છે કે, તેમણે આ ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજ પ્લેયર્સને જગ્યા નથી આપી.

હર્ષા ભોગલેએ પોતાની ટીમમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને ઓપનર્સ તરીકે તક આપી છે. આ બંને જ પ્લેયર્સે વર્ષ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉસ્માન ખ્વાજાએ વર્ષ 2022માં 1080 રન બનાવ્યા. જ્યારે, બ્રેથવેટે 7 મેચોમાં 687 રન બનાવ્યા. નંબર ત્રણ પર તેમણે જો રૂટને રાખ્યો છે. રૂટે વર્ષ 2022માં 1098 રન બનાવ્યા છે. હર્ષા ભોગલેએ નંબર ચાર માટે પાકિસ્તાનના બાબર આઝમને જગ્યા આપી છે. બાબર આઝમે વર્ષ 2022માં સૌથી વધુ 1170 રન બનાવ્યા છે.

હર્ષા ભોગલેએ મિડલ ઓર્ડરમાં જોની બેયરસ્ટો અને બેન સ્ટોક્સને તક આપી છે. વર્ષ 2022માં આ બંને જ પ્લેયર્સે પોતાના દમ પર ઈંગ્લેન્ડને ઘણી મેચ જીતાડી છે. જોની બેયરસ્ટોએ 1061 રન બનાવ્યા છે. તેમજ, સ્ટોક્સે બોલિંગ અને બેટિંગ બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે 15 મેચોમાં 870 રન બનાવ્યા અને 26 વિકેટ પણ લીધી છે. હર્ષા ભોગલેએ પોતાની ટીમમાં માત્ર રિષભ પંતને જગ્યા આપી છે, જે એકમાત્ર ભારતીય છે. પંતે વર્ષ 2022માં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ભારત માટે 7 ટેસ્ટ મેચોમાં 680 રન બનાવ્યા છે, જેમા બે સદી અને ચાર હાફ સેન્ચ્યુરી સામેલ છે.

હર્ષા ભોગલેએ ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં ચાર બોલર્સને જગ્યા આપી છે. તેમણે સાઉથ આફ્રિકાના માર્કો જેસન અને કગિસો રબાડાને પસંદ કર્યા છે. તેમજ, ઈંગ્લેન્ડના ઘાતક બોલર જેમ્સ એન્ડરસનને પણ સામેલ કર્યો છે. તેમજ, સ્પિનર તરીકે નાથન લિયોનને તક આપી છે. લિયોન અને રબાડાએ આ વર્ષે 47-47 વિકેટ પોતાના નામે કરી છે. તેમજ, એન્ડરસન અને માર્કો જેસને 36-36 વિકેટો લીધી છે.

હર્ષા ભોગલે દ્વારા પસંદ કરવામાં આવેલી ટેસ્ટ ટીમ ઓફ ધ યર

ક્રેગ બ્રેથવેટ, ઉસ્માન ખ્વાજા, જો રૂટ, બાબર આઝમ, બેન સ્ટોક્સ, જોની બેયરસ્ટો, રિષભ પંત, નાથન લિયોન, જેમ્સ એન્ડરસન, માર્કો જેસન, કગિસો રબાડા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp