અંગૂર ખટ્ટેઃ હસન રઝાએ હવે આફ્રિકા સામે ભારતની જીત બાદ આને લઇ સવાલ ઉઠાવ્યા
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં બધી મેચો ખૂબ જ સુંદર રીતે જીતી રહી છે. સાઉથ આફ્રિકા હોય કે પાકિસ્તાન કે પછી અન્ય કોઇ ટીમ. ભારતીય ટીમે સૌ કોઇને હરાવ્યા છે. હાલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે અને સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે. ભારતીય ટીમના આ સફળતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર હસન રઝાને પચી રહી નથી. તે વારે વારે મૂર્ખામીયુક્ત નિવેદનબાજી કરી રહ્યો છે.
સાઉથ આફ્રિકા સામેની ભારતની જીત પછી હસને હવે DRSને લઇ લવાલ ઊભા કર્યા છે. તેણે એક ટીવી શોમાં કહ્યું કે, મેં દરેક લેવલની ક્રિકેટ રમી છે અને મને ખબર છે કે ક્રિકેટમાં કેવી વસ્તુઓ થાય છે. જાડેજાએ આફ્રિકાના 5 ખેલાડીઓને આઉટ કર્યા. વેન ડર ડૂસેં સામે જ્યારે DRS લેવામાં આવ્યું. કોઇ લેફ્ટ આર્મ સ્પિનરનો બોલ લેગ સ્ટંપ પર પડીને મિડલ સ્ટંપ પર કઇ રીતે જઇ શકે છે. તે બોલ બહાર જવી જોઇતી હતી. મારું માનવું છે કે આ બધી વસ્તુઓને ચેક કરવી જોઇએ. DRS સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.
રઝા આગળ કહે છે, ભારતને હંમેશા હોમ એડવાન્ટેજ આપવામાં આવે છે. 2011 વર્લ્ડ કપમાં સઇદ અજમલની બોલ સચિન તેંદુલકરના પેડ પર લાગી હતી. બોલ મિડલ સ્ટંપને અડી તે દેખાઇ રહ્યું હતું. પણ જ્યારે સચિને રિવ્યૂ લીધો તો બોલ લેગ સ્ટંપની બહાર નિકળી ગઇ.
ખેર, જણાવીએ કે આ પહેલીવાર નથી જ્યારે હસન રઝાની બોખલાહટ આ રીતે સામે આવી હોય. આ પહેલા શ્રીલંકા સામેની ભારતની જીત પછી પણ તેણે એક લાઇવ શોમાં કહ્યું હતું કે, ICC દ્વારા ભારતીય બોલર્સને આપવામાં આવતા બોલની તપાસ થવી જોઇએ. મને લાગે છે કે બોલ બદલવામાં આવી રહી છે. ત્યાર પછી પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર વસીમ અક્રમે હસન રઝાની ખૂબ ટીકા કરી હતી.
Hasan Raza Raises Questions on Indian Victory!
— Hasnain Liaquat (@iHasnainLiaquat) November 5, 2023
1 :- DRS was manipulated by BCCI with help of Broadcasters
2:- DRS was also Manipulated in 2011 when Sachin Tendulkar was playing Against Saeed Ajmal.
3:- Why Indian Team is Playing Outclass in every worldcup Event Happened in India.… pic.twitter.com/ieIJGy0cqH
ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે જીત હાંસલ કરી ટોપ પોઝિશન પર રહેતા સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. સેમીફાઇનલમાં ભારતીય ટીમની મેચ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવનારી ટીમ સાથે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp