'કોહલી હજુ 50 સદી વધુ બનાવશે’, શું સાચી થશે ભજ્જીની ભવિષ્યવાણી?

PC: twitter.com

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટમાં સદી બનાવનાર વિરાટ કોહલી ફરી એક વખત ચર્ચામાં છે. અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 186 રનોની ઇનિંગ રમી હતી અને તે કરિયરની 75મી ઇન્ટરનેશનલ હતી. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 28મી ટેસ્ટ સદી હતી. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનામાં ત્રણેય ફોર્મેટમાં સદી બનાવીને પોતાના ફોર્મમાં વાપસી કરી લીધી છે અને હવે ફરી એક વખત એમ લાગી રહ્યું છે કે તે મહાન બેટ્સમેન સચિન તેંદુલકરની 100 સદીઓનો રેકોર્ડ તોડી દેશે.

જો કે, આ દરમિયાન પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે વિરાટ કોહલીને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. હવે હરભજન સિંહની આ ભવિષ્યવાણી સાચી થશે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ હરભજન સિંહનું આ નિવેદન હાલમાં ખૂબ લાઇમલાઇટમાં છે. હરભજન સિંહે કહ્યું કે, વિરાટ કોહલી મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરની 100 ઇન્ટરનેશનલ સદીઓનો રેકોર્ડ તોડી શકે છે, પરંતુ અહીંથી તે 50 સદી વધુ બનાવી શકે છે.

હરભજન સિંહે સ્પોર્ટ્સ તક સાથે વાતચીત કરવા દરમિયાન કહ્યું હતું કે, ‘એ સંભવ છે કે વિરાટ કોહલી હવે સચિન તેંદુલકરની 100 ઇન્ટરનેશનલ સદીઓનો રેકોર્ડ તોડી શકે છે. આ સમયે વિરાટ કોહલીની ઉંમર અને ફિટનેસને જોતા મને લાગી રહ્યું છે કે તે 100 કરતા પણ વધુ સદી લગાવી શકે છે. તેમણે આગળ કહ્યું કે, તે અત્યારે માત્ર 34 વર્ષનો છે, પરંતુ તેની ફિટનેસ કોઈ 24 વર્ષીય ખેલાડી જેવી છે.

તે પહેલા જ 75 સદી લગાવી ચૂક્યો છે અને જેવી રીતે તે રમી રહ્યો છે, મને લાગે છે કે તે ઓછામાં ઓછી 50 સદી વધુ બનાવી શકે છે. તમે વિચારી રહ્યા હશો કે હું તો વધુ પડતો બોલી રહ્યો છું, પરંતુ એ વિરાટ કોહલી જ છે, જે એમ કરી શકે છે. આ સમયે બાકી બધા વિરાટ કોહલીથી ખૂબ પાછળ છે. મને નથી લાગતું કે, તે અહી જ રોકાવાનો છે. તે બ્રેક પરથી પરત ફર્યા બાદ 5 સદી ફટકારી ચૂક્યો છે. મારું માનવું છે કે, ઘણી હદ સુધી જૂના વિરાટ કોહલીનું કમબેક થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp