જાડેજા કહે-2-3 વર્ષ સુધી ઐય્યરને આગામી કેપ્ટન તરીકે જોવાઇ રહ્યો હતો પરંતુ હવે...
દિગ્ગજ બેટ્સમેન શ્રેયસ ઐય્યરને લઇને પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, શ્રેયસ ઐય્યરને 2-3 વર્ષ અગાઉ સુધી ભવિષ્યના કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે સ્થિતિ ખૂબ અલગ છે. અજય જાડેજાના મુજબ, હવે કેપ્ટન્સીની રેસમાં ઘણા બધા ખેલાડી નીકળીને સામે આવી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. શિખર ધવન, કે.એલ. રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
રોહિત શર્માના રિપ્લેસમેન્ટની પણ ચર્ચા થવા લાગી છે કેમ કે હવે તેની ઉંમર થઇ રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યાને તેની જગ્યાએ લિમિટેડ ઓવર્સમાં આગામી કેપ્ટન બનાવી શકાય છે. તો અજય જાડેજાના જણાવ્યા મુજબ શ્રેયસ ઐય્યર કેપ્ટન્સી માટે એક સારો વિકલ્પ હોય શકે છે. શ્રેયસ ઐય્યર આ સમયે સારા ફોર્મમાં છે. આ વર્ષે તેણે બધા ફોર્મેટમાં મળાવીને 1609 રન બનાવ્યા છે, જે સૂર્યકુમાર યાદવથી પણ વધારે છે. હાલમાં જ જે પ્રકારે બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં તેણે વિપરીત પરિસ્થિતિઓમાં ટીમને જીત અપાવી હતી, ત્યારબાદ તેનું કદ હજુ વધી ગયું છે.
શ્રેયસ ઐય્યરે હવે ટેસ્ટ અને વન-ડેમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. અજય જાડેજાએ તેને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે. એક સ્પોર્ટ્સ ચેનલ પર વાતચીત કરતા તેમણે કહ્યું કે, શ્રેયસ ઐય્યર જ્યારે ઇજામાંથી પાછો આવ્યો હતો, તો શોર્ટ પીચ બૉલ વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે તેના પર સારું કામ કર્યું. જ્યારે તમે પોતાની કોઇ નબળાઇને દૂર કરવાનું જાણો છો તો પછી બીજા લોકોને પાછળ છોડી શકો છો. 2-3 વર્ષ પહેલા સુધી શ્રેયસ ઐય્યરને કેપ્ટનના રૂપમાં જોવામાં આવી રહ્યો હતો.
હવે સ્થિતિ પૂરી રીતે અલગ થઇ ગઇ છે. અચાનકથી 12 કેપ્ટન ભારતીય ક્રિકેટમાં આવી ગયા છે, પરંતુ શ્રેયસ ઐય્યરની ખાસ વાત એ છે કે તે સતત રન બનાવી રહ્યો છે. આ વર્ષે રનોની બાબતે શ્રેયસ ઐય્યરે ખૂબ સારું કામ કર્યું છે. વન-ડે ક્રિકેટમાં શુભમન ગિલ અને શિખર ધવન જેવા ખેલાડી તેનાથી પાછળ રહ્યો છે. તેણે વન-ડેમાં 724 રન બનાવ્યા છે તો ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 422 રન છે. બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં તેણે ભારતીય ટીમ માટે સંકટમોચનનું કામ કર્યું હતું. તેનાથી આગળ રિષભ પંત છે જેણે ટેસ્ટમાં 680 રન બનાવ્યા છે. ઓવરઓલ જોવા જઇએ તો શ્રેયસ ઐય્યરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 1609 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp