- Sports
- લાગે છે સૂર્યાએ બાળપણમાં મારી બેટિંગ જોઈ નથી, દ્રવિડની ચોંકાવનારી પ્રતિક્રિયા
લાગે છે સૂર્યાએ બાળપણમાં મારી બેટિંગ જોઈ નથી, દ્રવિડની ચોંકાવનારી પ્રતિક્રિયા
શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી T20 મેચમાં સૂર્યકુમાર યાદવની જબરદસ્ત વિસ્ફોટક ઇનિંગને લઇને હેડ કોચ રાહુલ દ્રવિડે મોટી પ્રતિક્રિયા આપી છે. રાહુલ દ્રવિડે જ્યાં સૂર્યકુમાર યાદવના ખૂબ વખાણ કર્યા તો સાથે જ હું એમ પણ કહ્યું કે, એમ લાગે છે કે સૂર્યકુમાર યાદવે તેમને બાળપણમાં બેટિંગ કરતા જોયો નથી. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડ ખૂબ ક્લાસિક બેટિંગ કરતા હતા. જો કે, સૂર્યકુમાર યાદવ તેમની વિરુદ્ધ વિકેટો પાછળ ખૂબ જ વધારે રમે છે. તે વિકેટો પાછળ પણ સિક્સ લગાવી દે છે, અમે આ જ કારણે તેને મિસ્ટર 360 ડિગ્રી કહેવામાં આવે છે.

મેચ બાદ રાહુલ દ્રવિડે BCCI.tv પર સૂર્યકુમાર યાદવ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, મારી સાથે આ સમયે કોઇ છે. મને પૂરો ભરોસો છે કે બાળપણમાં તેણે મને બેટિંગ કરતા જોતો નહોતો અને આશા છે તમે જોઇ હશે. ખૂબ જબરદસ્ત ઇનિંગ તે રમી. જ્યારે પણ હું વિચારું છું કે તેનાથી સારી T20 ઇનિંગ રમી નથી. તું તેનાથી પણ સારું રમે છે. ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધની ત્રીજી T20 મેચમાં 91 રનના મોટા માર્જિનથી જીતી છે.
???????? ???’? ??????????? ???? ??????? ?? ?????? ?
— BCCI (@BCCI) January 8, 2023
Head Coach Rahul Dravid interviews @surya_14kumar post #TeamIndia’s victory in the #INDvSL T20I series decider ???? - By @ameyatilak
Full Interview ??https://t.co/nCtp5wi46L pic.twitter.com/F0EfkFPVfb
આ મેચ જીતવાની સાથે જ સીરિઝ પણ 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ મેચને જીતાડવામાં સૂર્યકુમાર યાદવે ખૂબ મોટું યોગદાન આપ્યું. તેણે પોતાના T20 ઇન્ટરનેશનલ કરિયરની ત્રીજી સદી લગાવી. સૂર્યકુમાર યાદવે માત્ર 51 બૉલમાં 7 ફોર અને 9 સિક્સની મદદથી 112 રનોની નોટઆઉટ ઇનિંગ રમી અને ભારત તરફથી T20માં સૌથી ઝડપી સદી લગાવનારો બીજો બેટ્સમેન બન્યો. તેણે શ્રીલંકન બોલરોને જરાય પણ ચાન્સ ન અપાયો અને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. સૂર્યકુમાર યાદવની આ T20 ઇન્ટરનેશનલમાં ત્રીજી સદી છે.

મેચની વાત કરીએ તો આ મેચ જીતીને ભારતીય ટીમે આ સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવ 112, શુભમન ગિલ 46, રાહુલ ત્રિપાઠી 35 અને અક્ષર પટેલ 21 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. 229 રન રનનો ટારગેટ હાંસલ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 16.4 ઓવરમાં 137 રન બનાવીને જ ઓલઆઉટ થઇ ગઇ. ભારતે આ સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. હવે ભારતીય ટીમે શ્રીલંકે વિરુદ્વ વન-ડે સીરિઝ રમવાની છે.

