ભારે વરસાદે RCBનું ટેન્શન વધાર્યું, પ્લેઓફની રેસમાં મોટું ટ્વીસ્ટ આવી શકે છે

PC: indiatv.in

70મી એટલે કે IPL 2023ની છેલ્લી લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રવિવાર, 21 મેના રોજ બેંગલુરુમાં રમાવાની છે. ગુજરાતની ટીમ અત્યાર સુધી એકમાત્ર એવી ટીમ છે જેણે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. જ્યારે, RCB હજુ પણ તેની પ્લેઓફ ટિકિટ માટે સંઘર્ષ કરી રહ્યું છે. RCB ટીમ માટે પ્લેઓફનો રસ્તો તેની આ મેચની જીત પર નિર્ભર છે. જો હારી જાય તો ટીમ પ્લેઓફમાં જવાની તક ગુમાવી શકે છે. ત્યારે હવે એક એવું ટ્વિસ્ટ સામે આવ્યું છે કે, જેના કારણે RCB ટીમ અને તેના ચાહકોનું ટેન્શન વધી ગયું છે. બેંગલુરુમાં શનિવારે ભારે વરસાદના અહેવાલ છે. આ સાથે રવિવારના હવામાનની આગાહી પણ ચિંતાજનક છે.

RCB માટે પ્લેઓફના સમીકરણ વિશે વાત કરીએ તો, તેઓ હાલમાં 13 મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ ધરાવે છે. જો તેણે પ્લેઓફમાં જવું છે, તો પહેલા તેણે તેની છેલ્લી મેચ જીતવી પડશે અને 16 પોઈન્ટ મેળવવા પડશે. જ્યારે, તે પછી, તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સની હાર અથવા નજીવી સરસાઈથી જીતની ઈશ્વર પાસે પ્રાર્થના કરવી પડશે. આ સ્થિતિમાં RCBને 16 પોઈન્ટ મળશે અને તેનો નેટ રન રેટ પણ મુંબઈ કરતા સારો રહેશે. પરંતુ હવે વરસાદે આ સમીકરણમાં ટ્વિસ્ટ ઉભું કરી દીધું છે.

જો આ મેચમાં વરસાદ વિક્ષેપ પાડે છે અને મેચ નહીં રમાય તો RCB અને ગુજરાત બંનેને 1-1 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં RCB 15 પોઈન્ટ સુધી રહેશે. આવી સ્થિતિમાં જો મુંબઈ ઈન્ડિયન્સ તેની છેલ્લી મેચ જીતે છે, તો તેના 16 પોઈન્ટ થઈ જશે. બીજી તરફ ચેન્નાઈ દિલ્હી સામેની મેચ જીતીને 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવશે. બીજી તરફ જો લખનઉની ટીમ KKR તરફથી જીતશે તો તેને પણ 17 પોઈન્ટ મળશે અને તે પણ પ્લેઓફમાં પહોંચી જશે. નહિંતર, હારના કિસ્સામાં, તેના પણ 15 પોઈન્ટ્સ જ થઈને રહેશે. પરંતુ લખનઉનો નેટ રનરેટ RCB કરતા ઘણો સારો છે. આવી સ્થિતિમાં RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

જો આપણે હવામાનની આગાહી વિશે વાત કરીએ, તો બેંગલુરુ માટે હવામાનની આગાહી RCB અને તેના ચાહકોને ચિંતા કરી શકે છે. શનિવારે પણ સાંજે અહીં વરસાદ પડ્યો હતો. બીજી તરફ, Accuweather અનુસાર, રવિવારે સાંજે 7 વાગ્યે વરસાદની 65 ટકા સંભાવના છે. 8 વાગ્યે 49, 9 વાગ્યે 65, 10 વાગ્યે 40 અને 11 વાગ્યે 34 ટકા વરસાદની શક્યતા છે. એટલે કે સાંજની આ મેચ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આવી સ્થિતિમાં RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા પર પાણી ફરી શકે છે. જો વરસાદ પરેશાન ન કરે તો RCB આ મેચ હાર્યા બાદ જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે. અન્યથા જીત RCBને પ્લેઓફમાં લઈ જઈ શકે છે. આવી સ્થિતિમાં RCBની ટીમ અને તેના પ્રશંસકો ભગવાન પાસે એવી પ્રાર્થના કરશે કે, આ મેચ વરસાદને કારણે રદ ન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp