સાઉથ આફ્રિકાના આ બોલરે એટલી ખરાબ બોલિંગ કરી કે બધા ચોંકી ગયો, જુઓ Video

હેનરિક ક્લાસેન પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. પણ વર્લ્ડ કપ 2023ની પ્રેક્ટિસ મેચમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે બોલિંગ કરી એવું કરી દીધું કે તે હવે ચર્ચામાં છે. ક્લાસેને વોર્મઅપ મેચમાં એક એવી બોલ ફેંકી જેને જોયા પછી સૌ કોઈ ચોંકી ગયા. ક્લાસેને ન્યૂઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં એક એવી બોલ ફેંકી કે જે વિકેટકીપર અને બેટ્સમેન બંનેના માથા પરથી નીકળી ગઇ.
આ ઘટના ન્યૂઝીલેન્ડની ઈનિંગની 24મી ઓવરમાં બની. ક્લાસેન પોતાની જેન્ટલ મીડિયમ પેસની સાથે બોલિંગ કરી રહ્યો હતો. પણ ચોથી બોલ તેના હાથમાંથી લપસી ગઇ અને તે સીધી બેટ્સમેન અને વિકેટકીપરના માથા પરથી નીકળી ગઇ. ક્લાસેનની આ બોલને જોઇ વિકેટકીપર ક્વિંટન ડિકોકની પણ બૂમ નીકળી ગઇ. તેને વિશ્વાસ ન થયો કે ક્લાસેનને બોલ આટલી ઉપરથી ફેંકી છે.
સાઉથ આફ્રિકાએ 9 બોલરોનો ઉપયોગ કર્યો
તમને જણાવીએ કે, વોર્મઅપ મેચમાં ટીમની કેપ્ટન્સી કરી રહેલા એડેન માર્કરમે ન્યૂઝીલેન્ડ સામે કુલ 9 બોલરોનો ઉપયોગ કર્યો. ક્લાસેન પાસેથી 3 ઓવર ફેંકાવવામાં આવી. તેણે આમાં 23 રન આપ્યા. દરેક ટીમો વર્લ્ડ કપ પહેલા પોતાની તૈયારીઓની તપાસ કરી રહી છે અને એજ કારણ છે કે સાઉથ આફ્રિકાએ આટલા બધા બોલરોનો ઉપયોગ કર્યો.
ડેવન કોનવેનો જલવો
ન્યૂઝીલેન્ડની બેટિંગની વાત કરીએ તો, ડેવન કોનવેએ જોરદાર બેટિંગ કરી. પહેલી પ્રેક્ટિસ મેચમાં 0 પર આઉટ થનારા કોનવેએ આ પ્રેક્ટિસ મેચમાં 73 બોલમાં 78 રન બનાવ્યા. તેણે 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા. કોનવેએ પોતાની ઈનિંગ પછી રિટાયર્ડ હર્ટ થવાનો નિર્ણય લીધો. તેના ઉપરાંત ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ પણ સારા ફોર્મમાં જોવા મળ્યા. ન્યૂઝીલેન્ડની ટીમે પોતાની પહેલી પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને માત આપી હતી. ન્યૂઝીલેન્ડે 346 રનનો ટાર્ગેટ 38 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.
ખેર, સાઉથ આફ્રિકા સામેની આ પ્રેક્ટિસ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. 50 ઓવરમાં 6 વિકેટે કીવી ખેલાડીઓએ 321 રન બનાવ્યા. આ મેચમાં વરસાદનો વિઘ્ન નડ્યો. ત્યાર પછી ન્યૂઝીલેન્ડ DLS નિયમ હેઠળ 7 રનોથી જીતી ગયું. સાઉથ આફ્રિકા માટે ઓપનિંગ કરવા આવેલા વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડી કોકે 84 રનોની સૌથી મોટી ઈનિંગ રમી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp