49 વર્ષનો થયો હર્ષલ ગિબ્સ, દારૂના નશામાં આ દેશ વિરુદ્ધ બનાવેલા 175 રન

PC: skysports.com

દક્ષિણ આફ્રિકન પૂર્વ સ્ટાર ક્રિકેટર હર્ષલ ગિબ્સ આજે (23 ફેબ્રુઆરી) 9 વર્ષનો થઇ ગયો છે. હર્ષલ ગિબ્સે વન-ડે ક્રિકેટમાં 6 બૉલમાં 6 સિક્સ લગાવવાનો રેકોર્ડ બનાવવા સિવાય ઘણા ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે જ્યારે મેદાન પર બેટિંગ કરવા ઉતરતો હતો તો વિપક્ષી બોલરોમાં ડર છવાઇ જતો હતો. એક વખત હર્ષલ ગિબ્સ દારૂના નશામાં બેટિંગ કરવા ઉતર્યો હતો અને એ જ ઇનિંગમાં તેણે 175 રનોની ઐતિહાસિક ઇનિંગ રમી નાખી હતી.

આ દારૂના નશાવાળી વાતનો ખુલાસો હર્ષલ ગિબ્સે પોતે જ કર્યો હતો. હર્ષલ ગિબ્સની નશામાં આ ઐતિહાસિક ઇનિંગ 12 માર્ચ 2006ના રોજ જોહાનિસબર્ગ વન-ડે મેચમાં આવી હતી. આ મેચ ક્રિકેટ ઇતિહાસમાં નોંધાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે આ મેચમાં હર્ષલ ગિબ્સની ઇનિંગની મદદથી દક્ષિણ આફ્રિકાએ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો 335 રનોનો ટારગેટ ચેઝ કર્યો હતો.

જોહાનિસબર્ગ વન-ડે મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને 334 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 105 બૉલ પર 164 રનોની ઇનિંગ રમી હતી. તેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકન ટીમને 335 રનોનો ટારગેટ મળ્યો હતો. આ મેચમાં હર્ષલ ગિબ્સ ત્રીજા નંબર પર બેટિંગ માટે ઉતર્યો હતો. ત્યારે તેણે 11 બૉલમાં 175 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

આ દરમિયાન તેણે 7 સિક્સ અને 21 ફોર લગાવ્યા હતા. આ મેચમાં હર્ષલ ગિબ્સે 142 મિનિટ બેટિંગ કરી હતી. આ ઇનિંગની મદદથી દક્ષિણ આફ્રિકાએ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ચેઝ કર્યો હતો. અત્યારે પણ આ રેકોર્ડ કાયમ હતો. મેચ બાદ ખુલાસો થયો હતો કે હર્ષલ ગિબ્સે આ ઇનિંગ દારૂના નશામાં રહી હતી. ત્યારબાદ પોતે હર્ષલ ગિબ્સે ખુલાસો કર્યો હતો કે તે આ ઇનિંગ દરમિયાન દારૂના નશામાં હતો.

હર્ષલ ગિબ્સે પોતાની ઓટોબાયોગ્રાફી ‘ટુ ધ પોઇન્ટ બાર્ડ’માં જણાવ્યું કે એ મેચ પહેલાંની રાત્રે તેણે ઘણો દારૂ પીધો હતો અને મેચવાળા દિવસે તે હેંગઓવરમાં હતો. વર્ષ 2007માં વન-ડે વર્લ્ડ કપમાં હર્ષલ ગિબ્સે 6 બૉલમાં 6 સિક્સ લગાવવાનું કારનામું કરી દીધું હતું. ત્યારે તે એમ કરનારો પહેલો બેટ્સમેન હતો. હર્ષલ ગિબ્સે નેધરલેન્ડ વિરુદ્ધ વન-ડેમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હર્ષલ ગિબ્સ વેન બુંગેની બોલિંગ પર સતત 6 બૉલમાં 6 સિક્સ લગાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp