ક્રિકેટના મેદાન પર આફ્રિદી-ગંભીરનો સામનો, ભારતીય ક્રિકેટરના રીએક્શને મચાવી સનસની

કતરમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની ત્રીજી સીઝનમાં પહેલી મેચમાં એશિયા લાયન્સે, ઈન્ડિયા મહારાજાને 9 વિકેટે હરાવી દીધી. મેચમાં ગૌતમ ગંભીરની બેટિંગ શાનદાર રહી અને અડધી સદી લગાવવામાં સફળ રહ્યા, પરંતુ એશિયા લાયન્સ તરફથી મિસ્બાહે હાહાકાર મચાવ્યો અને તેણે 50 બૉલમાં 73 રનની ઇનિંગ રમીને મહેફિલ લૂંટી. મેચ અગાઉ ટોસના સમયે એશિયા લાયન્સના કેપ્ટન શાહીદ આફ્રિદી અને ઈન્ડિયા મહારાજાસના કેપ્ટન ગૌતમ ગંભીરનો ઘણા સમય બાદ આમનો-સામનો થયો.
ટોસ બાદ શાહિદ આફ્રિદીએ ગૌતમ ગંભીર સાથે હાથ પણ મળાવ્યાં, પરંતુ ભારતીય પૂર્વ ક્રિકેટરનું રીએક્શન કઈક એવું હતું જેને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સ બનવા લાગ્યા. ફેન્સે ગૌતમ ગંભીરના રીએક્શનને લઈને જોક્સ અને મીમ્સ શેર કર્યા, જેણે લાઇમલાઇટે મળવીઓ લીધી છે. એ સમયે ગૌતમ ગંભીરનો ચહેરો ખૂબ ગંભીર નજરે પડ્યો અને તેણે આફ્રિદી સાથે આંખ પણ ન મળાવી. તેના ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થાય બાદ ફેન્સ ખૂબ મજા લઈ રહ્યા છે.
Body language and action says Gautam Gambhir is the real boss here and he owns Afridi forever. pic.twitter.com/WGlt2P66aZ
— Lala (@FabulasGuy) March 10, 2023
Captains Shahid Afridi and Gautam Gambhir in the Legends Cup match in Qatar today #LegendsLeagueCricket pic.twitter.com/SRAyuamyef
— Awesomo_vines 🇵🇰 (@Awesomo_Vines) March 10, 2023
'Big-hearted' Shahid Afridi inquires if Gautam Gambhir is ok after that blow ❤️#Cricket pic.twitter.com/EqEodDs52f
— Cricket Pakistan (@cricketpakcompk) March 10, 2023
Yahin pe haatha-pai na ho jaye
— Right Arm Over (@RightArmOver_) March 10, 2023
એક યુઝરે કટાક્ષ કરતા કહ્યું કે, બે બેસ્ટ ફ્રેન્ડ મળતા. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે, અહીં જ ઝપાઝપી થઈ જાય. આ મેચમાં પણ ઘણી ઘટનાઓ થઈ જ્યારે ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે ગરમાગરમી જોવા મળી. ઉલ્લેખનીય છે કે, જ્યારે ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી ઇન્ટરનેશનલ મેચો રમતા હતા અને ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થતી હતી, ત્યારે આ બંને ખેલાડીઓ વચ્ચે પણ ખૂબ ગરમાગરમી જોવા મળી હતી. ઘણી વખત ખૂબ મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ જતી હતી. એક વખત ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે ઝપાઝપીની નોબત આવી ગઈ હતી, પરંતુ સાથી ખેલાડીઓ અને અમ્પાયરે મામલો થાળે પાડ્યો હતો.
Gautam Gambhir & Shahid Afridi meet at the Legends League Cricket.#LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/eodF1SLhjD
— Muhammad Qamar (@mohammadqamar6) March 10, 2023
Gambhir vs Afridi, simple pleasures of life 😅#LLCMasters pic.twitter.com/Wuj8nOEqbu
— Utkarsh Mani Choudhary (@utkarshmanich) March 10, 2023
આ મેચની વાત કરીએ તો એશિયા લયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એશિયા લયન્સે પહેલા બેટિંગ કરતા મિસબાહન 73 અને થરંગાના 40 રનની મદદથી સમિતિ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ભારત માટે બોલિંગ કરતા આવના અને સ્ટુઅર્ટ બિન્નીને 2-2 વિકેટ મળી, જ્યારે ઈરફાન પઠાણ અને અશોક ડીંડાને 1-1 વિકેટ મળી હતી.
166 રનનો પીછો કરવા ઉતરેલી ઈન્ડિયા મહારાજાસની શરૂઆત ખરાબ થઈ અને પહેલી જ ઓવરમાં રોબિન ઉથપ્પાએ વિકેટ ગુમાવી દીધી. જો કે ગૌતમ ગંભીર અને મુરલી વિજય વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ, પરંતુ ભારતીય ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવી શકી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp