વર્લ્ડ કપની ભારતીય ટીમની જાહેરાત બાદ રોહિત શર્માએ આ ખેલાડીને કહ્યો મહત્ત્વપૂર્ણ

PC: twitter.com/ImRo45

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. વર્લ્ડ કપ માટે ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી. ત્યારબાદ ટીમના કોમ્બિનેશનને લઈને જાત જાતના સવાલ પણ ઉઠવા લાગ્યા. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ટીમને લઈને જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપ 2023 સીઝનમાં પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં રમાશે.

રોહિત શર્માએ કહ્યું કે, વર્લ્ડ કપ જીતવા માટે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હશે. હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેણે રોહિત શર્માની ગેરહાજરીમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બીજી અને ત્રીજી વન-ડે મેચમાં કેપ્ટન્સી કરી હતી. એ સિવાય હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન પણ છે. રોહિત શર્માએ કહ્યું કે, હાર્દિક પંડ્યાનું ફોર્મ મહત્ત્વનું છે. બંને ઇનિંગમાં પછી બોલિંગ હોય કે બેટિંગ. તે મહત્ત્વનું છે. ગયા વર્ષે હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ બંનેથી પ્રભાવિત કર્યા. તે અમારા માટે ખૂબ મહત્ત્વનું છે.

પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપમાં ટીમે 66 રનો પર ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યા અને ઇશાન કિશને પાર્ટનરશિપ કરીને ટીમને 266 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. રોહિત શર્માએ કહ્યું કે, તમે પાકિસ્તાન વિરુદ્ધ ગત મેચ જોઈ. હાર્દિક પંડ્યા અને ઇશાન કિશને સારા રન બનાવ્યા. બોલિંગમાં પણ હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું. તેની બેટિંગમાં પરિપક્વતા દેખાઈ અને તે અમારા માટે સારો સંકેત છે. રોહિત ન ભૂલ્યો કે છેલ્લા કેટલાક વર્ષોથી ICC ટૂર્નામેન્ટોમાં ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું નથી, પરંતુ તેને આશા છે કે વન-ડે ફોર્મેટમાં ટીમ વાપસી કરશે.

તેણે કહ્યું કે, 60 ઓવરની ફોર્મેટ અલગ છે જ્યારે તમે 9 લીગ મેચ, સેમીફાઇનલ અને ફાઇનલ એટલે કે 11 મેચ રમી રહ્યા છો. વાપસીનો અવસર હંમેશાં રહે છે. આ ફોર્મેટમાં તમારી પાસે રણનીતિ પર પુનર્વિચાર કરવાનો સમય રહે છે જે T20માં હોતો નથી. રોહિતે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમને સંતુલિત બતાવી. તેણે કહ્યું કે, અમે ખુશ છીએ, સંતુલન અને ઊંડાઈને જોતા આ સર્વશ્રેષ્ઠ ટીમ છે. અમારી પાસે 3 ઓલરાઉન્ડર, 4 બોલર અને 6 બેટ્સમેન છે. અમે તેના પર ખૂબ વિચાર્યું અને ત્યારે ટીમ પસંદ કરી. આ સર્વશ્રેષ્ઠ સંયોજન છે. પાકિસ્તાન વિરુદ્ધ 14 ઑક્ટોબરે થનારી મેચને લઈને હાઇપ બાબતે તેણે કહ્યું કે, અમે બાહ્ય વસ્તુઓની ચિંતા કરતા નથી. બધા ખેલાડી વ્યવસાયી છે અને તેનો અનુભવ છે. તેનાથી વધારે ફરક પડતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp