26th January selfie contest

વિદેશી મહિલા ખેલાડીએ ધૂળેટી રમ્યા બાદ લોકોની સલાહ માગી- વાળમાંથી કલર કેમ કાઢું

PC: twitter.com/LouisDBCameron

ભારત પ્રવાસ પર હાજર ઓસ્ટ્રેલિયાના ખેલાડી પણ હોળીના રંગમાં રંગાયેલા દેખાયા અને એકબીજા સાથે હોળીનો આનંદ ઉઠાવ્યો. આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ હોળીના તહેવાર પર ભારતમાં છે. એવામાં આ ટીમ રંગોના સુંદર તહેવારથી કઈ રીતે દૂર રહી શકતી હતી. ઓસ્ટ્રેલિયન ટીમના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે પોતાના સાથી ખેલાડીઓ સાથે હોળી મનાવી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહી છે.

બે દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ટીમ બસ અને ડ્રેસિંગ રૂમમાં હોળીનું સેલિબ્રેશન કર્યું હતું જેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. જ્યારે, આજે BCCIએ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ માટે હોળીના અવસર પર કેટલાક ખાસ પ્રકારના પ્રબંધો કર્યા, જેમા ટીમના તમામ ખેલાડીઓ દેખાયા. આ દરમિયાન સ્ટીવ સ્મિથ બાકી ખેલાડીઓને ગુલાલ લગાવતો દેખાયો. વીડિયોમાં સ્મિથ, માર્નસ લેબુશેન પર રંગ ફેંકતો પણ દેખાઇ રહ્યો છે. ભારતમાં હોળી રમવાને લઇને લેબુશેને તેને ખૂબ જ સારો અનુભવ ગણાવ્યો હતો.

વાત કરીએ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તો ચોથી અને છેલ્લી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. સીરિઝની પહેલી બે મેચ હાર્યા બાદ મહેમાન ટીમે ઈન્દોર ટેસ્ટમાં 9 વિકેટથી જીત મેળવીને શાનદાર કમબેક કર્યું હતું. આ જીતના પગલે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધુ છે.

તો બીજી તરફ, રોહિત શર્મા એન્ડ કંપની માટે છેલ્લી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે કારણ કે, જો ભારત આ મેચ જીતી જશે તો તે આ સીરિઝને ફરી એકવાર જીતી લેશે સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પહોંચી જશે. હવે, જોવુ એ રહેશે કે અમદાવાદમાં રમનારી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા જીત મેળવી શકે છે કે નહીં.

આ તો થઈ ઓસ્ટ્રેલિયાના મેલ ક્રિકેટર્સની, હવે વાત કરીએ મહિલા ક્રિકેટર્સની. ભારતમાં પહેલીવાર રમાઇ રહેલી મહિલા પ્રીમિયર લીગમાં ભાગ લેનારી વિદેશી ખેલાડીઓએ પણ હોળીનો આનંદ ઉઠાવ્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. હોળી રમ્યા બાદ આ વિદેશી ખેલાડીઓએ કલર્સ કાઢવામાં મહેનત કરવી પડી રહી છ. ઈંગ્લેન્ડની હેદર નાઇટ અને ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીએ સોશિયલ મીડિયા પર રંગને દૂર કરવા માટે લોકો પાસે સલાહ માંગી હતી. હેદર નાઇટે લખ્યું, કોઈને ખબર છે કે ગોલ્ડન વાળમાંથી ગુલાબી હોળી પાઉડર કઈ રીતે કાઢવો? એક ફ્રેન્ડ તરીકે પૂછી રહી છું.

ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર હેદર નાઇટ અને ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી મહિલા પ્રીમયિર લીગ (WPL) 2023માં RCBનો હિસ્સો છે. બંનેએ હોળી રમતા ફોટા ટ્વીટર પર શેર કર્યા છે. WPLમાં RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે અને પહેલી બંને મેચ હારીને પોઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાન પર છે. હવે ત્રીજી મેચમાં RCBનો સામનો ગુજરાત જાયન્ટ્સ સાથે થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp