હોમ થિયેટર, ગેમિંગ ઝોન અને બીજું શું, જુઓ હાર્દિક પંડ્યાના ઘરનો અંદરનો નજારો

શ્રીલંકા સામેની ત્રણ T20 મેચની સીરિઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરી રહ્યો છે. હાર્દિકે મુંબઈમાં રમાયેલી સીરિઝની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને 2 રનથી જીત અપાવી હતી, જ્યારે ગઈકાલે રમાયેલી મેચમાં ટીમે 16 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિક હાલમાં તેના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં માચીલ રહ્યો છે અને તેની ધમાકેદાર તોફાની બેટિંગના કારણે તેને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે.

હાર્દિક તેની રમત સિવાય લેવિશ લાઈફ સ્ટાઈલના કારણે પણ લાઈમલાઈટમાં રહે છે. હાર્દિક પંડ્યાનું ઘર ગુજરાતના બરોડાના પોશ એરિયા દિવાળીપુરામાં આવેલું છે. આ સિવાય તેણે બોમ્બેમાં તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે 8 બેડરૂમનું ઘર લીધું છે. જે ખરેખરમાં ઘણું જ લેવિશ અને સુંદર છે. આ ફ્લેટમાં તમામ આધુનિક ટેકનોલોજીની સાથે બધી જ લેવિશ જરૂરિયાતો તમને જોવા મળશે. હોમ થિયેટરથી લઈને ગેમિંગ ઝોન અને જીમ જેવી સુવિધાઓ પણ આ ઘરમાં જોવા મળશે. લગભગ 6000 વર્ગ ફૂટમાં ફેલાયેલો આ ચાર બેડરૂમવાળો ફ્લેટ ઘણો શાનદાર છે. બંને ભાઈઓ ઈચ્છતા હતા કે દરેક રૂમની પ્લાનિંગ એવી રીતે કરવામાં આવે જેથી ત્યાં રહેનારા વ્યક્તિનું વ્યક્તિત્વ નિખરીને સામે આવે.

હાર્દિક પંડ્યાના ઘરમાં એન્ટ્રી કરવા પર તમને મોટો લિવિંગ રૂમ જોવા મળશે. આ સુંદર લિવિંગ રૂમ ફ્લેટની સૌથી સારી જગ્યામાંની એક છે. હાર્દિક આ લિવિંગ રૂમમાં પોતાના મોટા ભાઈ સાથે ઘણી વખત ક્રિકેટ રમતો જોવા મળ્યો છે.

ફ્લેટમાં આવેલી સુવિધાઓમાં જીમ પણ છે, જ્યાં બંને ભાઈઓ વર્કઆઉટ કરે છે. હાર્દિક પંડ્યા ઘણી વખત જીમ કરતો પોતાના ફોટા અને વીડિયોઝ શેર કરી ચૂક્યો છે. આમ પણ ખેલાડીઓએ પોતાને ફીટ રાખવા ઘણા જરૂરી હોય છે.

હાર્દિક પંડ્યા ઈચ્છતો હતો કે તેનો રૂમ બ્લીડ બ્લૂ કલરનો હોય, આથી ડિઝાઈનરોએ તેના રૂમમાં બ્લૂ રંગના કેટલાંક શેડ્સનો ઉપયોગ કર્યો. હાર્દિકના રૂમમાં બેડની પાછળ એક ફોટો ફ્રેમ લગાવવામાં આવી છે, જેમાં હાર્દિક અન્ય ક્રિકેટરો સાથે જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કૃણાલનો રૂમ ઓરેન્જ અને યલો કલરમાં બનાવવામાં આવ્યો છે. રૂમની અંદર કાઉચ અને બેડની સામે એક ટીવી પણ છે. દિવાલ પર પંડ્યા બ્રધર્સના ફોટા જોવા મળે છે. જેનાથી ખબર પડે છે કે બંને એકબીજાની ઘણા નજીક છે. પેન્ડેન્ટ લાઈટિંગ અને સ્પોટલાઈટ્સ કૃણાલના રૂપને ચમકદાર બનાવે છે.

ગેસ્ટ બેડરૂમની વાત કરીએ તો તે પણ જોવામાં ઘણો શાનદાર છે. ગેસ્ટ બેડરૂમનું બેકગ્રાઉન્ડ બ્લૂ અને ગ્રે અંડરટોન પર આધારિત છે. હેસ્ટ રૂમ જોવામાં ઘણો મોર્ડન લાગે છે અને તેમાં એક મોટી સ્ક્રીનવાળું ટીવી પણ લાગેલું છે. સાથે જ અલમારી રાખવા માટે ઘણી જગ્યા છે.

હાર્દિક-કૃણાલના વડોદરાવાળા ફ્લેટની ડાઈનિંગ સ્પેસ પણ ઘણી મોટી અને આકર્ષક છે. ડાઈનિંગ રૂમની દિવાલો પર ડિઝાઈન અને આકર્ષક પેઈન્ટિંગ બનેલું છે. સાથે જ તેની છત પર એક સુંદર ઝુમ્મર પણ લટકેલું છે.

હાર્દિક પંડ્યાના ઘરમાં એક મોટી બાલ્કની પણ છે, જ્યાં પરિવારના સભ્યો ફ્રી સમયમાં તેનો આનંદ લે છે. આ બાલ્કનીમાં તડકો પણ સારો આવે છે. બાલ્કનીમાં બંને ભાઈઓ ગેમ્સ પણ રમતા જોવા મળ્યા છે.

આ સિવાય પંડ્યા બ્રધર્સે મુંબઈના બાન્દ્રામાં પણ એક આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. 3838 વર્ગ ફૂટમાં બનેલા ફ્લેટની કિંમત 30 કરોડ રૂપિયા છે. આ ફ્લેટમાં કુલ મળીને 8 બેડરૂમ છે. જે સોસાયટીમાં આ ફ્લેટ છે, તેમાં બોલિવુડ સ્ટાર એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પાટની પણ રહે છે. સોસાયટીમાં જીમ, ગેમિંગ ઝોન અને એક પ્રાઈવેટ પુલ પણ છે.

એટલું જ નહીં કૃણાલ-હાર્દિકના મુંબઈવાળા ફ્લેટમાં તેમનું એક પ્રાઈવેટ થિયેટર પણ છે, જ્યાં મ્યુઝિક સિસ્ટમની સાથે ફિલ્મો જોવા માટે એક મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. તેવામાં આશ્ચર્ય થવું જોઈએ નહીં કે મુંબઈમાં હાર્દિક અને કૃણાલ પંડ્યાના ઘરની કિંમત વધારે કેમ છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.