દિગ્ગજ ખેલાડીનું નિવેદન, હું મારું કરિયર KKR સાથે સમાપ્ત કરવા માગું છું

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં હંમેશાંથી જ કોલકાતા નાઇટ રાઈડર્સ (KKR) માટે રમનાર સુનિલ નરિને મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. સુનિલ નરિન પોતાનું કરિયર આ ફ્રેન્ચાઇઝી સાથે જ રહીને સમાપ્ત કરવા માંગે છે. કોલકાતા નાઈટ રાઇડર્સની વેબસાઇટ સાથે વાતચીત કરતા સુનિલ નરિને કહ્યું કે ઘણા ઓછા વિદેશી ખેલાડી હોય છે જે એ જ ટીમ માટે રમે છે. મેં હંમેશા વેંકી મૈસૂરને કહ્યું છે કે મને આશા છે કે હું કોઇ અન્ય ફ્રેન્ચાઇઝી માટે નહીં રમુ, મને કોલકાતા નાઈટ રાઈડર્સમાં રહેવું પસંદ છે એટલે આશા છે કે હું અહીં જ શરૂ અને સમાપ્ત કરીશ.

તેણે કહ્યું કે આ એક મોટી ઉપલબ્ધિ છે. પોતાના ઘણા વિદેશી ખેલાડીઓને એક ફ્રેન્ચાઇઝી સાથે રહેતા નથી જોયા. સૌભાગ્યથી હું તેમાંથી એક છું અને આશા છે કે હું ભવિષ્યમાં પણ તેમની સાથે જ રહી શકું છું. સુનિલ નરિને 158 મેચ રમી છે જેમાં તેણે 159 વિકેટ લીધી છે. કોલકાતા નાઇટ રાઈડર્સ માટે પોતાની પહેલી સીઝનમાં સુનિલ નરિને 24 વિકેટ લઈને દુનિયાને ચોંકાવી દીધી હતી. ત્યારબાદ તેણે 22 વિકેટ અને 21 વિકેટ લીધી. સુનિલ નરિને વર્ષ 2021મા પોતાના કોલકાતા નાઈટ રાઇડર્સના કરિયરને પુનર્જીવિત કર્યું અને ફાઇનલમાં પહોંચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા 14 મેચોમાં 16 વિકેટ લીધી હતી. જો કે 2023ની સીઝનમાં તે કંઇ ખાસ કરી શક્યો નથી, તેણે આ IPLની 10 મેચમાં 7 વિકેટ જ લીધી છે.

મેગા ઓક્શન પહેલા જ કોલકાતા નાઇટ રાઇડર્સે સુનિલ નરિન પર ભરોસો વ્યક્ત કરતા તેને રિટેન કર્યો હતો. તેની સાથે જ પોતાના દેશનો આન્દ્રે રસેલ પણ હતો. એ સિવાય વેંકટેશ ઐય્યર અને વરુણ ચક્રવર્તીને પણ કોલકાતા નાઈટ રાઇડર્સે રિટેન કર્યા હતા. ગયા વર્ષે ફાઇનલ સુધીની સફર નક્કી કરનારી આ ટીમે આ વખત શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો હતો પરંતુ તે ઈન્જર્ડ થતા નીતિશ રાણાને કેપ્ટન બનાવાયો હતો

 

કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો 2023ની સીઝનમાં કોલકાતા 10 મેચ રમ્યું છે, જેમાંથી 4 મેચ જ જીતી શક્યું છે અને 6 મેચમાં હાર થઈ છે. હાલમાં ટીમ પોઇન્ટ ટેબલમાં આઠમા નંબરે છે અને પ્લેઓફ્સમાં પહોંચવાની શક્યતા આ ટીમની ઘણી ઓછી છે. ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ્સમાં પહોંચનારી પહેલી ટીમ પણ બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp