ઈંગ્લેન્ડ માટે પણ આજની મેચ મહત્ત્વની છે નહિતર ચેમ્પિયન્સ ટ્રોફીમાં...
વર્લ્ડ કપ 2023નો લીગ સ્ટેજ તેના અંતિમ ચરણે છે. કોલકાતામાં શનિવારે રમાનારી ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનની મેચ બંને ટીમો માટે અગત્યની છે. પાકિસ્તાનને સેમીફાઇનલમાં પહોંચવા માટે તો ઈંગ્લેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્વોલિફાઇ થવા માટે જીત જરૂરી છે.
પાકિસ્તાને સેમીફાઈનલની રેસમાંથી ન્યૂઝીલેન્ડને પછાડવા મોટી જીત નોંધવાની રહેશે. જે અસંભવ જણાઇ રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાઇ થવા માટે ઈંગ્લેન્ડને એક જીતની જરૂર છે. 8 ટીમોની ટૂર્નામેન્ટ 2025માં પાકિસ્તાનમાં થશે. પાકિસ્તાન ઉપરાંત વર્લ્ડ કપ 2023ની ટોપ 7 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ કરશે.
ઈંગ્લેન્ડનું ગણિત
પાકિસ્તાનને હરાવવા પર 6 પોઇન્ટ થશે. સાથે જ આશા કરવાની રહેશે કે બાંગ્લાદેશ કે નેધરલેન્ડ્સમાંથી કોઇ એક તેની છેલ્લી મેચ હારી જાય. આ બંને ટીમો હાલમાં 4-4 પોઇન્ટ સાથે છે.
જો ઈંગ્લેન્ડને પાકિસ્તાન સામે હાર મળે છે તો તેના 4 પોઇન્ટ થશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડે આશા કરવાની રહેશે કે બાંગ્લાદેશ કે નેધરલેન્ડ્સમાંથી કોઇ એક ટીમ પોતાની અંતિમ લીગ મેચ હારી જાય. હારનારી ટીમના 4 પોઇન્ટ જ રહી જશે.
જો ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડે છે અને બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ બંને ટીમો પોતાની છેલ્લી મેચ જીતી જાય છે તો ઈંગ્લેન્ડ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ કરશે નહીં.
જો ઈંગ્લેન્ડ પાકિસ્તાનને 140 રનથી હરાવી દે છે તો બાંગ્લાદેશની રનરેટના મામલામાં આગળ નીકળી જશે. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં વર્લ્ડ કપ પોઇન્ટ ટેબલમાં 7માં નંબરે છે. બાંગ્લાદેશ 8માં નંબરે છે.
નેધરલેન્ડ્સે પોતાની છેલ્લી લીગ મેચ બેંગલોરમાં 12 નવેમ્બરના રોજ ભારત સામે રમવાની છે. બેંગલોરમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચમાં વરસાદે ખલેલ પાડ્યો હતો. જો વરસાદને કારણે મેચ થતી નથી તો બંનેને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવશે. એવામાં નેધરલેન્ડ્સની ટીમના 5 પોઇન્ટ થઇ જશે.
આ સ્થિતિમાં ઈંગ્લેન્ડ કે બાંગ્લાદેશમાંથી કોઇ એક ટીમના 4 પોઇન્ટ રહ્યા તો તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાઈ કરી શકશે નહીં. એવામાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp