શું વિરાટ કોહલી બનાવી શકે છે 100 સદી? રવિ શાસ્ત્રીએ આપ્યો આ જવાબ

PC: mykhel.com

વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી બનાવી શકે છે કે નહીં તેને લઇને પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સચિન તેંદુલકરની 100 સદી સુધી પહોંચવાનું વિરાટ કોહલી માટે જરાય સરળ નહીં હોય, પરંતુ તે અત્યારે ખૂબ ફિટ છે અને આગામી 5-6 વર્ષો સુધી સરળતાથી રમી શકે છે. જો વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 108 ટેસ્ટ, 274 વન-ડે અને 115 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે.

વિરાટ કોહલીએ કુલ મળીને અત્યાર સુધી 75 ઇન્ટરનેશનલ સદી બનાવી છે. તેમાંથી 28 સદી ટેસ્ટ મેચોમાં છે, તો 46 વન-ડે અને એક T20 સદી સદી સામેલ છે. હાલમાં જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેણે છેલ્લી વખત સદી બનાવી હતી, જ્યારે સચિંત તેંદુલકરની જો વાત કરીએ તો તેમણે પોતાના કરિયરમાં કુલ 100 સદી બનાવી છે અને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે, શું વિરાટ કોહલી સચિન તેંદુલકરના આંકડા સુધી પહોંચી શકે છે કે નહીં.

તેમણે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરવા દરમિયાન કહ્યું કે, અત્યાર સુધી કેટલા ખેલાડીઓએ 100 સદી બનાવી છે? માત્ર એક. એટલે જો તમે કહી રહ્યા છો કે વિરાટ કોહલી આ આંકડાને હાંસલ કરી શકશે તો પછી એ ખૂબ મોટી વસ્તુ છે. અત્યારે પણ વિરાટ કોહલીની અંદર ખૂબ ક્રિકેટ બાકી છે. તે ખૂબ ફિટ છે. જ્યારે આટલો મોટો ખેલાડી સદી બનાવે છે તો પછી સતત ઘણી સદી બનાવે છે. કદાચ 15 મેચોમાં 7 સદી પણ થઇ જાય. વિરાટ કોહલી ફિટ છે અને તે અત્યારે પણ 5-6 વર્ષ સુધી આરામથી રમી શકે છે.

તેમણે કહ્યું કે, સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવાનું સરળ નથી, પરંતુ તમે જો એમ કહી રહ્યા છો તો ત્યાં સુધી પહોંચી જશે તો તે ખૂબ મોટી વસ્તુ છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંદુલકરે ટેસ્ટમાં 51 સદી અને વન-ડેમાં 49 સદી બનાવી છે. વિરાટ કોહલી વન-ડેમાં સચિન તેંદુલકરના 49 સદીના રેકોર્ડ તોડવાથી માત્ર 4 સદી દૂર છે. તો સચિન તેંદુલકરના ઓવરઓલ 100 સદીના રેકોર્ડને તોડવા માટે વિરાટ કોહલીએ 25 વધુ સદી બનાવવાની જરૂરિયાત છે. હવે આગામી સમય જ બતાવશે કે વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp