સ્મિથ ભારત માટે માઠા સપના સમાન, 6 વર્ષ અગાઉ ભરેલું હારનું ઇન્જેક્શન

PC: BCCI

બોર્ડર ગાવસ્કર સીરિઝમાં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જે પ્રકારની વાપસી કરી છે, ત્યારબાદ અમદાવાદમાં જોખમના વાદળ મંડરાયા છે. ઈન્દોરમાં ભારતને 9 વિકેટથી શરમજનક હાર આપીને ઐતિહાસિક જીત મેળવી છે. આ બધા પાછળ છે ઓસ્ટ્રેલિયાનો નવો કેપ્ટન સ્ટીવ સ્મિથ. દિલ્હી ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયન ટીમને એક બાદ એક મોટા ઝટકા લાગ્યા. ઘણા દિગ્ગજ ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરી, તેમાંથી એક નામ ટીમનો કેપ્ટન પેટ કમિન્સનું હતું.

આ વાતનો અંદાજો ઓસ્ટ્રેલિયાને પણ નહીં હોય કે સ્ટીવ સ્મિથના હાથમાં કેપ્ટન્સી સોંપ્યા બાદ બાજી પલટી જશે, પરંતુ આ ખેલાડીએ 6 વર્ષ અગાઉ જ ભારત માટે હારનું ઇન્જેક્શન ભરી લીધું હતું. છેલ્લી 46 ટેસ્ટમાં ભારતીય ટીમને કુલ 3 મેચમાં હાર માલ છે. એક મેચ ઈંગ્લેન્ડ, જ્યારે ત્રીજી ટેસ્ટને મળાવીને 2 મેચ ઓસ્ટ્રેલિયન ટીમ જીતી છે. જેમાંથી બંને વખત ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન સ્ટીવ સ્મિથ હતો. આ હાર બાદ એ સ્પષ્ટ છે કે સ્મિથની ચાલાકી ભારતીય ટીમની સમજથી બહાર છે.

સ્ટીવ સ્મિથ વિરુદ્ધ આ 2 હાર બાદ અમદાવાદ ટેસ્ટ ભારત માટે કોઈ પડકારથી ઓછી નથી. રોહિત શર્મા એન્ડ કંપની સીરિઝની છેલ્લી મેચમાં પોતાની સંપૂર્ણ મહેનત લગાવી દેશે. આ મેચ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલના હસાબે કરો યા મરો સમાન હશે. એવામાં કોચ અને કેપ્ટન અમદાવાદમાં બાજી પલટવાનો સંપૂર્ણ પ્રયાસ કરશે. બંને ટીમો 9 માર્ચના રોજ સામસામે હશે. ત્રીજી ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ત્રીજી ટેસ્ટ બાદ પીચને લઈને નિંદા થઈ રહી છે. અત્યાર સુધી રમાયેલી ત્રણેય ટેસ્ટ 3 દિવસની અંદર જ સમાપ્ત થઈ ગઈ. નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટને ભારતીય ટીમે એક ઇનિંગ અને 132 રનોથી જીતી લીધી. તો દિલ્હી ટેસ્ટમાં ભારતીય ટીમે 6 વિકેટથી હાર મેળવી. સીરિઝની ત્રીજી ટેસ્ટ હાલમાં જ ઈન્દોરમાં 2 દિવસ અને એક સેશનમાં જ સમાપ્ત થઈ ગઈ અને આ ટેસ્ટને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી જીતી. સીરિઝની 3 મેચોમાં ICCની સૂક્ષ્મ નજર હતી. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમની પીચને ખરાબ પીચનો કરાર આપતા 3 ડિમેરિટ પોઈન્ટ આપ્યા છે.

મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં માત્ર 109 રન જ બનાવ્યા હતા, તેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 197 રન બનાવ્યા. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમને 88 રનની લીડ મળી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 163 રન બનાવ્યા. લીડ બાદ કરતા ઓસ્ટ્રેલિયન ટીમને 76 રનનો ટારગેટ મળ્યો હતો જેને ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp