જ્યારે ટીમમાં હતો તેના કરતા હવે હું 10 ગણો સારો બોલર છું, ખલીલની પ્રતિક્રિયા

PC: india.com

એશિયા કપ 2018માં હોંગકોંગ સામે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ખલીલ અહેમદ લગભગ છેલ્લા 4 વર્ષથી ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. છેલ્લા કેટલાક સમયથી IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના સાતત્યપૂર્ણ પ્રદર્શન છતાં પસંદગીકારો તેની સતત અવગણના કરી રહ્યા છે, જેના વિશે તેણે તાજેતરમાં ઘણી વાત કરી છે.

જિયો સિનેમા પર આકાશ ચોપરા સાથેની વાતચીતમાં ખલીલ અહેમદે કહ્યું કે, જ્યારે તે ભારત માટે રમ્યો હતો તેની સરખામણીમાં તે હવે વધુ સારો બોલર બની ગયો છે, પરંતુ તેમ છતાં તે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.

IPL 2023માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવા માટે તૈયાર ખલીલ અહેમદે કહ્યું, 'જ્યારે હું ભારત માટે રમતો હતો ત્યારે હું એટલો સારો બોલર નહોતો. પણ હવે હું માનું છું કે હવે હું ઘણો સારો બોલર છું, પરંતુ હું ભારતીય ટીમમાં નથી. જ્યારે હું ભારત માટે રમતો હતો તેના કરતાં હવે હું 10 ગણો સારો બોલર બન્યો છું. હું રમતને સારી રીતે વાંચી શકું છું અને બેટ્સમેનને પણ વધુ સારી રીતે વાંચી શકું છું.

અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ખલીલ અહેમદે ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 10 મેચમાં 19.69ની એવરેજથી 16 વિકેટ લીધી હતી. આવું સારું પ્રદર્શન છતાં ભારતીય પસંદગીકારો દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. IPL 2022માં શાનદાર પ્રદર્શન પછી ખલીલ અહેમદ ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે તૈયાર હતો, પરંતુ ઈજાને કારણે તેને સ્થાનિક સિઝનમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે રમી હતી.

ખલીલ અહેમદ પર દિલ્હી કેપિટલ્સના બોલિંગ આક્રમણમાં એનરિક નોર્ટજેને સપોર્ટ કરવાની મોટી જવાબદારી હશે. જે પ્રકારના રિધમમાં તે ગયા વર્ષે જોવા મળ્યો હતો, તે આ સિઝનમાં પણ ચાલુ રાખવા માંગશે. ભારતીય ટીમમાં અર્શદીપ સિંહ સિવાય ડાબા હાથના બોલરોમાંથી કોઈએ અત્યાર સુધી વધુ પ્રભાવ પાડ્યો નથી, આવામાં ખલીલ IPL પ્રદર્શનના આધારે ફરીથી ભારતીય ટીમમાં પસંદગી માટે દાવો કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp