સ્વિમિંગ પુલમાં જ સ્લેજિંગ કરવા લાગ્યા હતા બાંગ્લાદેશી ખેલાડી, અશ્વિને આ રીતે...

PC: espncricinfo.com

ભારતીય ટીમના સ્ટાર બોલિંગ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ભારત વર્સિસ બાંગ્લાદેશ સીરિઝ સાથે જોડાયેલી એક મજેદાર ઘટનાનો ખુલાસો કર્યો છે. રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, તેની અને બાંગ્લાદેશી ખેલાડી લિટન દાસ અને મેહદી હસન મિરાઝ સાથે લાંબી વાતચીત થઇ હતી અને આ દરમિયાન તેમણે લિટન દાસને કહ્યું હતું કે, તેને લાગ્યું કે તે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જે રુટ અને કેન વિલિયમ્સનના સ્તર સુધી પહોંચશે.

રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, આ બંને (મેહદી હસન મિરાઝ અને લિટન દાસ) પુલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે મારી તેઓ પજવણી કરશે કે બંગાળીમાં કંઇક કહેશે, પરંતુ તેઓ બંને સારા છે. તેમણે કહ્યું વેલકમ એશ ભાઇ! અમને લાગ્યું કે, તમે નાઇટ વોચમેન હશો, પરંતુ તમે રમવા કેમ ન આવ્યા? કંઇ નહીં કાલે રમવા આવશો, તમારી વિકેટ ખૂબ મહત્ત્વપૂર્ણ હશે. તેમણે મને સ્લેજ કરવાનો શરૂ કરી દીધો હતો. મેં જવાબ આપતા કહ્યું કે, તમને શુભેચ્છા, બાંગ્લાદેશની ઐતિહાસિક ટેસ્ટ જીત પર.

તેના પર તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે બેટિંગમાં ઊંડાણ છે. અમારા માટે સરળ નહીં હોય, પરંતુ અમે તમને એક વસ્તુ બતાવવા માગીશું. મીરપુરમાં ચોથી ઇનિંગમાં ટારગેટ હાંસલ કરવો સરળ નહીં હોય. મેં મેહદી હસનને કહ્યું કે ભાઇ 35 ઓવર સુધી થોભો. ત્યારે બૉલની કન્ડિશન બદલાશે તો કંઇ થઇ શકે છે. રવિચંદ્રન અશ્વિને લિટન દાસને એમ પણ કહ્યું કે, એ વાતથી થોડો નિરાશ છે કે તેને લાગ્યું કે ફેબ ફોરનો હિસ્સો થશે. અશ્વિને કહ્યું, મેં લિટન દાસને જણાવ્યું કે મેં તને ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન જોયો હતો.

અશ્વિને આગળ કહ્યું કે, મને તારો રમવાનો અંદાજ પસંદ હતો અને લાગ્યું હતું કે, બાંગ્લાદેશ ક્રિકેટને નવી ઊંચાઇ પર લઇ જશે. મેં જણાવ્યું કે, હું થોડો નિરાશ છું. મને લાગ્યું કે તમે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જો રુટ અને કેન વિલિયમ્સનના સુધી પહોંચશે. તેમણે જવાબમાં કહ્યું હા હું તમારી વાતથી સહમત છું એશ ભાઇ. અમારું ક્રિકેટ કલ્ચર અલગ છે. અમને એટલા એક્સપોઝર નથી મળતા, પરંતુ અમે માત્ર અહીં રમીએ છીએ. જ્યારે અમે અલગ પીચ પર રમીએ છીએ તો અમને તેના હિસાબે ઢળવામાં સમય લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp