યુવરાજની આ ભવિષ્યવાણી સાચી થતી દેખાઈ રહી છે! જો ભારતીય ટીમની આદત ન સુધરી તો..

PC: mid-day.com

વેસ્ટ ઇન્ડીઝ સામે શરૂઆતની મેચોમાં ભારતીય ટીમનો મિડલ ઓર્ડર પૂરી રીતે ફ્લોપ રહ્યો હતો. શું યુવરાજ સિંહની ભવિષ્યવાણી સાચી થતી દેખાઈ રહી છે? થોડા દિવસ અગાઉ એક યુટ્યુબ ચેનલ બાસુ પર યુવરાજ સિંહે કહ્યું હતું કે, મને નથી લાગતું કે ભારતીય ટીમ આ વર્ષે વર્લ્ડ કપ જીતી શકશે. હું તેને લઈને પાક્કો નથી.

તેણે કહ્યું કે, હું એક દેશભક્તની જેમ કહી શકું છું કે ભારત વર્લ્ડ કપ જીતી જશે, પરંતુ તમે ભારતના મિડલ ઓર્ડરમાં જુઓ તો ઇજાના કારણે ઘણી પરેશાની ચાલી રહી છે. એવામાં તેનું વર્લ્ડ કપ જીતવું મુશ્કેલ થઈ શકે છે. યુવરાજ સિંહે એમ પણ કહ્યું હતું કે, ભારતને મિડલ ઓર્ડરમાં એવા બેટ્સમેન જોઈએ, જે પ્રેશર હેન્ડલ કરી શકે. ખાસ નરીને નંબર-4 પર ભારતને સારા ખેલાડીની જરૂરિયાત છે. નંબર-4 માટે યુવરાજ સિંહે રિષભ પંત અને કે.એલ. રાહુલના નામની ભલામણ કરી. હાલમાં આ બંને ખેલાડી ભારતીય ટીમનો હિસ્સો નથી.

આ બંને ઇજાના કારણે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યા છે. કેએલ રાહુલ જલદી જ ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે, જ્યારે રિષભ પંતને 1 વર્ષનો સમય લાગી શકે છે. ભારતીય ટીમનો મિડલ ઓર્ડર વર્લ્ડ કપ અગાઉ સતત ફ્લોપ થતો દેખાઈ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp