સદી ફટકારવા પર વિરાટનું સ્ટેટમેન્ટ-દરેક મેચ અંતિમ મેચ હોય તે રીતે રમું છું

PC: ndtv.com

ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધની 3 વનડે મેચની સીરિઝમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ગુવાહાટીમાં રમાયેલી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 67 રનથી જીત મેળવીને સીરિઝમાં 1-0થી બઢત બનાવી લીધી છે. આ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તાબડતોડ અંદાજમાં શતક માર્યું હતું. મેચમાં કોહલીએ 87 બોલ પર 113 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે એક સિક્સ અને 12 ચોગ્ગા માર્યા હતા. આ દમદાર શતકીય ઈનિંગના કારણે ભારતીય ટીમને જીત મળી અને કહોલીને પ્લયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

પરંતુ મેચ પછી કોહલીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. કોહલીએ કહ્યું હતું કે, તે દર વખતે દરેક મેચને તેની છેલ્લી મેચ હોય તે રીતે માનીને જ રમે છે. દરેક મેચને એન્જોય કરે છે. કોહલીના આ સ્ટેટમેન્ટનું શું કારણ હોઈ શકે છે. તેનો સટીક જવાબ તો તે જ આપી શકે તેમ છે. પંરતુ તેના આ રીતના સ્ટેટમેન્ટ પછી ઘણી બધી અટકળો ઉઠવાની શરૂ થઈ ગઈ છે. પરંતુ એક વાત તો સાફ છે કે હવે કોહલી કોઈ ટેન્શન વગર બિન્દાસ મેચ રમવા લાગ્યો છે.

પ્લેયર ઓફ ધ મેચ જીત્યા પછી કોહલીએ કહ્યું હતું કે, મેં એક વાત જે શીખી છે, તે છે કે હતાશા તમને કશે લઈ જતી નથી. રમત ઘણી સરળ હોય છે. આપણે પોતાના લગાવ અને ઈચ્છાઓથી તેને મુશ્કેલ બનાવીએ છે અને લોકોના નજરિયાથી વિચારીએ છીએ અને તે રીતે જ બનવા લાગીએ છે, પરંતુ એ નહીં જે આપણે છીએ. વાસ્તવમાં ડર્યા વગર રમત રમવાની જરૂર છે. ઘણા ખેલાડી ભૂતકાળમાં પણ રમી ચૂક્યા છે. હું હંમેશાં નહીં રમીશ. હું ખુશ છું અને પોતાની ગેમને એન્જોય કરી રહ્યો છું. જ્યારે પણ રમીશ, આ રીતની મજા લઈને રમતો રહીશ.

તેણે આગળ કહ્યું હતું કે, મને નથી લાગતું કે મેં મારી આ ઈનિંગમાં કંઈ અલગ કર્યું છે. મારી તૈયારી અને ઈરાદો હંમેશાં એક જેવો જ હોય છે. મને લાગે છે કે હું બોલને સારી રીતે હિટ કરી રહ્યો છું. આ તે લયની નજીક હતો, જેની સાથે હું રમું છું, મને સમજમાં આવી ગયું છે કે અમારે વધારાના 25-30 રનની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp