ભારત પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગી શકે છે ઝટકો, વોર્નરના નિવેદને વધારી ચિંતા

PC: freepressjournal.in

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે છેલ્લા 3 મહિનામાં 5 ટેસ્ટ, 3 વન-ડે અને T20 ઇન્ટરનેશનલ મેચ અને 6 બિગ બેશ લીગ મેચ રમી છે એટલે કે તેણે છેલ્લા 90 દિવસોના 30-35 દિવસ ક્રિકેટ ફિલ્ડ પર વિતાવ્યા છે. ખાસ વાત એ છે કે, તેની ટીમની સૌથી મોટી પરીક્ષા હજુ બાકી છે. ઓસ્ટ્રેલિયાએ આગામી મહિને ભારતનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને મુશ્કેલ પ્રવાસ કરવાનો છે. ટુર પર તેણે ભારત વિરુદ્ધ 4 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર સીરિઝ રમવાની છે.

ઓસ્ટ્રેલિયન ટીમ સામે વધુ એક મોટી પરેશાની ડેવિડ વોર્નરનું હાલની નિવેદન છે. તેણે કહ્યું કે, તે ભારતનો પ્રવાસ કરવા પહેલા ખૂબ થાકી ગયો છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે ટીમના ભારતના આગામી ટેસ્ટ પ્રવાસ પહેલા ઘર પર વ્યસ્ત કાર્યક્રમને પોતાના થાકનું કારણ જણાવ્યું છે. તેણે કહ્યું કે, તેનાથી બહાર આવવા માટે સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એવોર્ડ સમારોહથી દૂર રહી શકે છે. ખૂબ જ બીઝી રહેલા ઓસ્ટ્રેલિયન સમર સીઝનનો અંત શુક્રવારે થયો હતો.

સીઝનની અંતિમ મેચમાં ડેવિડ વોર્નરની સિડની થંડર ટીમ બિગ બેશ લીગ ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ. તેનાથી પગેલા તે ઓસ્ટ્રેલિયા તરફથી ઝીમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ સફેદ બૉલ સીરિઝ રમી હતી. સાથે જ T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો. તે સમાપ્ત થયા બાદ તેને વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 5 મેચોની 2 સીરિઝ રમી. 8 જાન્યુઆરીના રોજ ટેસ્ટ સીરિઝ સમાપ્ત થાય બાદ બિગ બેશ લીગ મેચોમાં પણ ભાગ લીધો.

આ બધા વચ્ચે ક્રિકેટ સીઝન દરમિયાન ડેવિડ વોર્નરને કેપ્ટન્સી પર લાગેલા લાઇફટાઇમ બેન વિરુદ્ધ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં અપીલ દાખલ કર્યા બાદ ખૂબ માનસિક ત્રાસનો પણ સામનો કરવો પડ્યો. આ જ કારણ છે કે 36 વર્ષના આ બેટ્સમેને મીડિયાને કહ્યું કે, તે ખૂબ પડકારપૂર્ણ રહ્યો હતો. હું ખૂબ થાકી ચૂક્યો છું. ડેવિડ વોર્નર પાસે મંગળવારે ભારત આવવા રવાના થવા પહેલા 5 દિવસ આરામનો સમય છે, પરંતુ તેમાંથી એક દિવસ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એવોર્ડ સમારોહમાં જતો રહેશે, જેમાં ટેસ્ટ ટીમ સામેલ થશે. આ પરિસ્થિતિ પર ડેવિડ વોર્નરે કહ્યું કે, કેટલાક ખેલાડી છે જે UAE લીગમાં રમી રહ્યા છે અને એવોર્ડ સમારોહમાં હિસ્સો નહીં લે. મારા હિસાબે વધુ એક રાત વિતાવવી સારી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp