
ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે કેપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિની નિંદા કરી છે. લખનૌમાં બીજી T20 મેચમાં 100 રન જેવા નાનકડા ટારગેટને હાંસલ કરવા માટે પણ ઝઝૂમવું પડ્યું અને છેક એક બૉલ બાકી રહેતા 6 વિકેટે જીત હાંસલ કરી હતી. ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવ્યા અને બોલર્સનો સારી રીતે ઉપયોગ ન કરવાની વાત કહી છે. ગૌતમ ગંભીર આ વાતથી નિરાશ નજરે પડ્યા કે યુઝવેન્દ્ર ચહલ પાસે માત્ર 2 ઓવર કરાવવામાં આવી, જ્યારે તે શાનદાર બોલિંગ કરી રહ્યો હતો.
બીજી તરફ ઓલરાઉન્ડર દીપક હુડા પાસે તેના કોટાની બધી ઓવર પૂરી કરાવી દીધી. પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું કે, એ મોટી સરપ્રાઈઝ છે, હું તેનો જવાબ નહીં આપી શકું કેમ કે એવી વિકેટ પર પણ તમે જો નંબર-1 બોલર યુઝવેન્દ્ર ચહલ પાસે 2 જ ઓવર નંખાવશો તો કેમ થશે? યુઝવેન્દ્ર ચહલે મેચમાં 1 મહત્ત્વપૂર્વ વિકેટ લીધી, પરંતુ તેનો પૂરો ઉપયોગ ન કરવો, હેરાન કરનારું છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, તમે નવા બોલર્સને ચાંસ આપવા માગો છો, પરંતુ તમે યુઝવેન્દ્ર ચહલને સારી રીતે ઉપયોગ કરી શકતા હતા.
કદાચ તે ન્યુઝીલેન્ડના આ સ્કોર પહેલા આઉટ કરી શકતો હતો. ગૌતમ ગંભીરે કહ્યું કે, દીપક હુડાને 4 ઓવર કરાવી લીધી, પરંતુ યુઝવેન્દ્ર ચાહલને માત્ર 2 ઓવર નંખાવવી હેરાની ભરેલું છે. મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 99 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડનો કોઇ પણ બેટ્સમેન મોટો સ્કોર ન કરી શક્યો. બ્લેક કેપ્સ તરફથી સૌથી વધુ રન કેપ્ટન મિચેલ સેન્ટનર (19 રન)એ બનાવ્યા. હતા.
ભારત માટે બોલિંગ કરતા અર્શદીપ સિંહને સૌથી વધુ 2 વિકેટ મળી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. 100 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે એક બોલ બાકી રહેતા જીત અપાવવા સાથે સાથે સીરિઝ1-1થી બરાબરી કરી લીધી. ન્યૂઝીલેન્ડ માટે બોલિંગ કરતા બ્રેસવેલ અને ઇશ સોઢીને 1-1 વિકેટ મળી જ્યારે ઇશાન કિશન અને વૉશિંગટન સુંદર રનઆઉટ થયા. હવે સીરિઝ 1-1થી બરાબર થતા ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક સાબિત થશે અને એ મેચ જે જીતશે તે સીરિઝ પણ પોતાના નામે કરી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp