શિખર ધવને ભારતીય ટીમમાંથી ડ્રોપ થવા પર કહી આ હૃદયસ્પર્શી વાત

PC: mid-day.com

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે અને તેણે પહેલી ટેસ્ટ જીતીને સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ માટે છેલ્લા એક વર્ષમાં એક વન-ડે ફોર્મેટમાં કેપ્ટન્સી કરનાર ઓપનર બેટ્સમેન શિખર ધવનનું સ્થાન આ સમયે ભારતીય ટીમમાં નથી. તેને આ વર્ષની શરૂઆતમાં જ ડ્રોપ કરી દેવામાં આવ્યો અને તેની જગ્યાએ યુવા બેટ્સમેન શુભમન ગિલને સામેલ કરવામાં આવ્યો છે. શિખર ધવને હાલમાં જ ભારતની વન-ડે ટીમમાં પોતાની અનુપસ્થિતિ પર ખૂલીને વાત કરી છે.

તેણે તેના પર વાત કરતા કહ્યું કે, પોતાના અનુભવથી તેણે જીવનના બધા ઉતાર-ચડાવનો સામનો કરવાનું શીખી લીધું છે એટલે હવે તેને વધારે ફરક પડતો નથી. શિખર ધવને એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ભારતીય ટીમમાંથી ડ્રોપ થવા અને બીજા બેટ્સમેનોના પ્રદર્શનને લઇને કહ્યું કે, ઉતાર-ચડાવ જીવનનો હિસ્સો છે. સમય અને અનુભવ સાથે તમે શીખો છો કે તેને સરળતાથી સંભાળવાનું છે. મને તેને સંભાળવાની ખૂબ તાકત મળી છે. મેં પોતાનું સર્વશ્રેષ્ઠ કર્યું હતું.

શિખર ધવને કહ્યું કે, જો કોઇ મારા સર્વશ્રેષ્ઠથી સારું રહ્યું છે, તો એ સારું છે. હું જ્યાં પણ છું, ખૂબ ખુશ અને સંતુષ્ટ છું. હું સુનિશ્ચિત કરું છું કે મારી આગળની પ્રોસેસ ખૂબ મજબૂત હોય. તેમાં કોઇ શંકા નથી કે મારી ટીમમાં પરત આવવાની સંભાવના હંમેશાં બનેલી રહેશે. આવે તો પણ સારું, ન આવે તો પણ સારું. મેં ઘણું હાંસલ કર્યું છે અને હું તેનાથી ખુશ છું. જે આવવાનું છે તે આવશે. હું તેને લઇને હતાશ થતો નથી. શિખર ધવને છેલ્લી વખત ભારતીય ટીમ માટે ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમી હતી.

તેણે આ સીરિઝની 3 ઇનિંગમાં માત્ર 18 રન બનાવ્યા હતા અને આ ખરાબ પ્રદર્શન બાદ તેને ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો. શિખર ધવનની જગ્યાએ ટીમમાં આવેલો યુવા બેટ્સમેન શુભમન ગિલે 7 મેચોમાં એક બેવડી સદી સહિત 4 સદી લગાવીને મળેલા ચન્સનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. શિખર ધવને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2018માં અને T20 ઇન્ટરનેશનલ વર્ષ 2021માં રમી હતી. તે ત્યારબાદ એક ફોર્મેટમાં જ રમતો હતો. ધવનનું ધ્યાન હાલમાં આગામી IPL સીઝન પર છે જ્યાં તે પંજાબ કિંગ્સ (PBKS)ની કેપ્ટન્સી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp