ચોપરાએ કહેલું- આ ખેલાડી T20 માટે નથી, હવે કહ્યું- હું મારા શબ્દ પાછા લઉં છું

PC: cricfit.com

પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ રમાયેલી ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં શુભમન ગિલની સદીને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, T20 ક્રિકેટર તરીકે તેઓ શુભમન ગિલને લઇને એટલા આશ્વસ્ત નહોતા, પરંતુ હવે તેઓ ખોટા સાબિત થયા છે. આકાશ ચોપડાના જણાવ્યા મુજબ, તેઓ પોતાના શબ્દ પાછા લે છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરવા દરમિયાન શુભમન ગિલને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે.

તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર વાતચીત કરવા દરમિયાન કહ્યું કે, ‘પહેલો સવાલ તમારા મનમાં એ આવે છે કે શુભમન ગિલ શું હવે T20 ક્રિકેટર બની ગયો છે? હું પોતાના દિલ પર હાથ રાખીને કહું છું કે મને લાગ્યું હતું કે, તે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ સારું રમે છે. વન-ડે તેનું ફેવરિટ ફોર્મેટ છે, પરંતુ T20ને લઇને હું પૂરી રીતે આશ્વસ્ત નહોતો. જો કે, હવે શુભમન ગિલે એટલો મોટો સ્કોર બનાવી દીધો છે કે હું પોતાના શબ્દ પાછા લઉં છું. હવે એ હકીકત છે કે તે કોઇ પણ ભારતીય બેટ્સમેનનો T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર છે.

ભારતીય ટીમે અમદાવાદમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનોથી હરાવી દીધી. પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે ઓપનર બેટ્સમેન શુભમન ગિલની શાનદાર સદીની મદદથી ન્યૂઝીલેન્ડ ટીમ સામે 235 રનોનો મોટું લક્ષ્ય રાખ્યું, શુભમન ગિલે માત્ર 63 બૉલ પર 12 ફોર અને 7 સિક્સની મદદથી 126 રનોની ઇનિંગ રમી. એ સિવાય રાહુલ ત્રિપાઠીએ 44 અને હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 30, જ્યારે સૂર્યકુમાર યાદવે 13 બૉલમાં 24 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ માટે બ્રેસવેલ, ટિકનર, ઇશ સોઢી અને ડેરીલ મિચેલને 1-1 વિકેટ મળી.

235 રનનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમ માત્ર 66 રન પર જ ઢેર થઇ ગઇ. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ 35 રન ડેરીલ મિચેલે બનાવ્યા. એ સિવાય મિચેલ સેન્ટર જ ડબલ ડિજિટ (13) સુધી પહોંચી શક્યો, બાકી ખેલાડી વધુ રન ન બનાવી શક્યા. ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી, જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને 2-2 વિકેટ મળી. આ મેચમાં ભારતીય ટીમે રનોની બાબતે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાં પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે. આ અગાઉ ભારતીય ટીમે આયરલેન્ડ વિરુદ્ધ વર્ષ 2018માં 143 રનોથી મેચ જીતી હતી. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝ 2-1થી જીતી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp