ધોની સાથે મળી વર્લ્ડ કપ જીતનારા પૂર્વ ક્રિકેટરે કહ્યું- મારા માહી સાથે મતભેદ હતા

ધોનીની કેપ્ટન્સીમાં ભારતે વનડે વર્લ્ડ કપ 2011, ટી20 વર્લ્ડ કપ 2007 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળતા મેળવી. ધોની ભારતીય ક્રિકેટમાં એવો કેપ્ટન રહ્યો છે, જેના નેજા હેઠળ ઘણાં યુવા ખેલાડીઓનું નસીબ ચમક્યું છે. ભારતીય ક્રિકેટમાં ધોની સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. પોતાના કરિયરમાં ધોનીએ ઘણાં મિત્રો બનાવ્યા, તો ઘણાં ક્રિકેટરોને ધોનીનો અંદાજ પસંદ આવ્યો નહીં. ધોનીની કેપ્ટન્સીને લઇ સીનિયર ખેલાડીઓની વચ્ચે ટકરાવની પણ ખબરો આવતી રહી હતી. હાલમાં જ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે એક ઈન્ટરવ્યૂમાં ધોનીને લઇ અમુક એવી વાતો કરી છે, જે ચર્ચાનો વિષય બની છે.
પોતાની વાત રજૂ કરતા આ પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, માહી ભાઈ સાથે મારા પણ મતભેદ હતા. પણ હવે જ્યારે હું આ વાતોના ક્રિકેટ પક્ષને જોઉ છું તો કોઈ પણ એવું ન કહી શકે કે ધોનીએ તેમનું સમર્થન કર્યું નથી. અમુક સ્થિતિઓ એવી હોય છે, જે કેપ્ટનને જુદી રીતે વિચારવા પર મજબૂર કરે છે અને જીવન પણ આવું જ છે.
ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંત આગળ કહે છે કે, હું આ કહીશ તો જરા વિવાદાસ્પદ થઇ જશે...હા. તમે કહી શકો કે માત્ર 2-3 ખેલાડીઓ વિશે જ શા માટે વાત થાય છે. અમે પણ જીતમાં અમારી ભૂમિકા અદા કરી. પણ આ માત્ર એ રીતો વિશે છે જેમાં ધોની દરેક સમયે ટીમને લઇ સૌથી પહેલા વિચારતા હતા. તેમણે ટીમમાં સૌથી નવા ખેલાડીને કપ આપવાનું ચલણ શરૂ કર્યું. તેઓ ક્યારેય પણ લાઇમલાઇટ ઇચ્છતા નહોતા. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે ટીમ સારું પ્રદર્શન કરે.
પૂર્વ ફાસ્ટ બોલરે આગળ કહ્યું કે, હાં... અમે દરેક ખેલાડીઓની કડી મહેનતના કારણે વર્લ્ડ કપ જીત્યા. જોકે, એક જહાજ પર ઘણા પ્રખ્યાત કલાકારો હોઇ શકે છે, પણ તેને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઇ જવા માટેનું કામ હંમેશા કેપ્ટન દ્વારા કરવામાં આવે છે. એનાથી કોઇ ફરક નથી પડતો કે તમે ફ્લાઇટને કેટલા સમય માટે ઓટોપાયલટ પર રાખો છે, તમને પાયલટની જરૂર હોય છે.
જણાવીએ કે, વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં થોડો જ સમય બચ્યો છે. તે પહેલા સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે એ વાત ચાલી રહી છે કે શું ધોની જેવો ચમત્કાર આ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્મા દેખાડી શકશે. ભારતને છેલ્લીવાર 2011માં વર્લ્ડ કપ જીતવાની ખ્યાતિ મળી હતી. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. આ વર્લ્ડ કપમાં શ્રીસંત પણ ટીમમાં સામેલ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp