મને સર કહેવાથી નફરત છે, મને નામથી બોલાવો કે 'બાપુ' કહીને બોલાવો: રવિન્દ્ર જાડેજા

ભારતીય ટીમ માટે નાગપુર ટેસ્ટ જીતનો હીરો બનેલો રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ દિલ્હી ટેસ્ટ પહેલા જાડેજાનું નિવેદન ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે, તેને 'સર જાડેજા' કહેવાનું પસંદ નથી. જાડેજાનું નિવેદન થોડા વર્ષો જૂનું છે, જેમાં તેણે કહ્યું હતું કે, તેને 'સર' કહેવાથી નફરત છે અને તેથી ક્યાં તો લોકો તેને 'બાપુ' કહે છે અથવા તેના નામથી બોલાવે છે.

જાડેજાનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે તે ઈજાગ્રસ્ત થઈને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પરત ફરી રહ્યો હતો. તે સમયે જાડેજાએ સૂત્રો સાથેની એક વાતચીતમાં કહ્યું હતું કે, 'લોકોએ મને મારા નામથી બોલાવવો જોઈએ. તે પર્યાપ્ત છે. મને 'સર' કહેવાથી ધિક્કાર છે. લોકો ઇચ્છે તો મને બાપુ કહી શકે છે, એ જ મને ગમે છે. મને આ સર-વર બિલકુલ પસંદ નથી. હકીકતમાં, જ્યારે લોકો મને સર કહે છે, ત્યારે તે કઈ મને ધ્યાનમાં નથી રહેતું.'

જાડેજા ભાગ્યે જ ઈન્ટરવ્યુ આપે છે અને ક્યારેય ખુલીને બોલતો જોવા મળ્યો નથી. વર્ષોથી, તેમણે મીડિયા પ્રત્યે નિષ્ક્રિય વલણને જાળવી રાખ્યું છે. એકવાર ટીમમાંથી બહાર નીકળ્યા પછી, તેણે ઇન્ટરવ્યુ માટેની વિનંતીને અડધા-અધૂરા જવાબો આપીને પૂરું કર્યું હતું. તેણે તે દરમિયાન કહ્યું હતું કે, 'શું તમને લાગે છે કે, જો તમે મારા વિશે લખશો તો મને ટીમમાં પાછો બોલાવવામાં આવશે?'

રવિન્દ્ર જાડેજા એવી જગ્યાએ મોટો થયો છે કે, જ્યાં તેણે ત્યાંના શાસકો અને શૂરવીરોની બહાદુરી વિશે શીખ્યું છે. જાડેજાએ પોતાનું જીવન એવી જગ્યાએ વિતાવ્યું છે કે, ત્યાં જાતિની ઓળખ ખૂબ જ મહત્વ રાખતી હોય છે. એટલે જ તે પોતે 'બાપુ' કહેવડાવવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે, 'અમે એકબીજાને માનની સાથે સંબોધન કરીએ છીએ, અમે હંમેશા 'તમે' અથવા 'બાપુ' કહેવડાવવાનું પસંદ કરીએ છીએ. આ જ મારી સ્થાનિક સંસ્કૃતિ છે. આવું જ મારી આજુબાજુમાં રહેતા લોકો કરે છે. તમે કોઈને જાણતા હો કે ન જાણતા હો, પરંતુ તમે જો અમારા સમુદાયના છો તો, તમે તેને 'બાપુ' કહીને જ સંબોધિત કરી શકો છો. તમે જુવાન કે વૃદ્ધ હોય શકો છો પરંતુ સમ્માન મહત્વનું હોય છે.'

અહીં તમને જણાવી દઈએ કે, જાડેજાએ ઈજા બાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ નાગપુર ટેસ્ટમાં બેટ અને બોલથી જોરદાર કમબેક કર્યું હતું અને 7 વિકેટ ઝડપી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને 'મેન ઓફ ધ મેચ'નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જાડેજા બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે દિલ્હીની પીચ પર પણ સ્પિનરોને મદદ મળવાની પુરી આશા છે. આવી સ્થિતિમાં કાંગારૂઓ માટે ફરી એકવાર અશ્વિન અને જાડેજાનો સામનો કરવો સરળ નથી.

About The Author

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.