WTC ફાઇનલમાં મળેલી હાર બાદ ગાંગુલીએ આ ખેલાડીને કરી ટેસ્ટ રમવાની અપીલ

PC: thehindu.com

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયન ટીમે 209 રનથી હરાવી દીધી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં મળેલી હાર બાદ ભારતીય ટીમને નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ અનુસંધાને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમને લઈને એક ખાસ નિવેદન આપ્યું છે. સૌરવ ગાંગુલીએ ખાસ કરીને એક ખેલાડીને ટેસ્ટ મેચ રમવાની અપીલ કરી છે. સૌરવ ગાંગુલીએ હાર્દિક પંડ્યાને અપીલ કરી છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હાર્દિકને હું ટેસ્ટમાં રમતો જોવા માગું છું.

ખાસ કરીને એવી વિકેટ પર, તે એક શાનદાર ક્રિકેટર છે. હું આશા રાખી રહ્યો છું કે હાર્દિક મને સાંભળી રહ્યો હશે. એ સિવાય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની વાત અગાળ રાખતા કહ્યું કે, ભારત પાસે ટેલેન્ટનો ભંડાર છે, ઘરેલુ ક્રિકેટમાં કેટલાક શાનદાર ખેલાડી છે અને તમને એ ત્યારે જ ખબર પડશે, જ્યારે તમે તેને ચાંસ આપશો. જયસ્વાલ હોય કે પાટીદાર, બંગાળનો અભિમન્યુ ઈશ્વરન ઘરેલુ ક્રિકેટમાં ખૂબ રન બનાવે છે. શુભમન ગિલ યુવા છે, ઋતુરાજ ગાયકવાડ અને મને આશા છે કે હાર્દિક પંડ્યા સાંભળી રહ્યો હશે.

તેમણે આગળ કહ્યું કે, હું તેમને ટેસ્ટ ક્રિકેટમાં રમત જોવા માગું છું. ખાસ એવી સ્થિતિમાં. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ઑગસ્ટ 2018 થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ ટેસ્ટમાં રમવાને લઈને કહ્યું હતું કે, જો હું ટેસ્ટ ક્રિકેટ રમવા માગું છું તો હું સખત મહેનતથી પસાર થઈશ અને પાછો જઈશ. મને નથી લાગતું કે મેં ટેસ્ટમાં અત્યારે પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. મારે ટેસ્ટ રમવી હોય તો સખત મહેનત કરવી પડશે. ઉલ્લેખનીય ચે કે આ સતત બીજી વખત ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચીને ફાઇનલ મેચ હારી ગઈ છે. વર્ષ 2021માં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યાને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની સલાહ આ અગાઉ પણ એક દિગ્ગજ ખેલાડીએ આપી હતી. ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ અગાઉ કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડર પ્રદર્શન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતીય ટીમ માટે નિર્ણાયક ફેક્ટર સાબિત થઈ શકતું હતું. પોન્ટિંગે હાર્દિક પંડ્યાને ટેસ્ટ ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. તેણે પણ કહ્યું હતું કે, કોઈ પણ ખેલાડી માટે ત્રણેય ફોર્મેટમાં રમવાનું થોડું મુશ્કેલ હોય છે, પરંતુ તેની બોલિંગ અને બેટિંગ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ માટે ખૂબ કામ આવી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પંડ્યા એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp