'મેં તેમને ચૂપ કરી દીધા', IPLની પહેલી સદી ફટકારી હેરી જાણો કોના પર થયો ગુસ્સે
ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2023ની હરાજીમાં 13.25 કરોડ રૂપિયાની ભારે રકમ ખર્ચીને તેના કેમ્પમાં સામેલ કર્યો હતો. જ્યારે આ ખેલાડીનું બેટ પ્રથમ ત્રણ મેચમાં કામ નહોતું કર્યું ત્યારે ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેણે શુક્રવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં સદી ફટકારીને તમામ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો. બ્રુકે KKR સામે અણનમ 100 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે બ્રુક એવોર્ડ લેવા પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે, ટીકાકારોને ચૂપ કરાવીને તે ખૂબ જ ખુશ છે.
હેરી બ્રુકે મેચ બાદ કહ્યું, 'તમે સોશિયલ મીડિયા પર જાઓ છો અને લોકો તમને એકદમ વાહિયાત નકામો બતાવે..., આજે ઘણા ભારતીય ચાહકોએ મને કહ્યું કે તમે સારું રમ્યા છો, પરંતુ થોડા દિવસો પહેલા તેઓ જ મારા વિશે ખરાબ બોલતા હતા. સાચું કહું તો હું તેમને ચૂપ કરાવીને ખુશ છું.'
આ વિસ્ફોટક બેટ્સમેને આગળ કહ્યું, 'આજની રાત ખાસ હતી. આભારી છું કે હું આવું કરવામાં સફળ રહ્યો. વચ્ચે થોડો તણાવ હતો. ઘણા લોકો કહે છે કે T-20માં ઓપનર તરીકે બેટિંગ કરવી તે શ્રેષ્ઠ સમય છે. હું ગમે તે ક્રમમાં બેટિંગ કરીને ખુશ છું. પાંચમા નંબર પર બેટિંગ કરીને મને ઘણી સફળતા મળી છે. ત્યાં મેં મારા નામનું સ્થાન જમાવી દીધું. મારી ચાર ટેસ્ટ સદી આ એક કરતાં વધુ હોવી જોઈએ. આજે ઘણા ચાહકો હતા. મને ખૂબ આનંદ થયો. હું મારી જાત પર થોડું દબાણ કરી રહ્યો હતો.'
બ્રુકે તેની પ્રથમ સદી પછી કહ્યું હતું કે, તેની પ્રથમ ત્રણ ઇનિંગ્સ પછી તેનો પરિવાર ઘરે પાછો ગયો હતો, ફક્ત તેની ગર્લફ્રેન્ડે મેદાન પર તેની ઇનિંગ્સનો આનંદ માણ્યો હતો.
Harry Brook has a message for Indian fans! Why were they slagging him? He's one of the most talented players in modern-day cricket 😱 #IPL2023 pic.twitter.com/RSfA0rzGt1
— Farid Khan (@_FaridKhan) April 15, 2023
મેચની વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી, સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રૂકની સદીના આધારે બોર્ડ પર 228 રન બનાવ્યા. હૈદરાબાદ માટે બ્રુક ઉપરાંત કેપ્ટન એડન માર્ક્રમે પણ તોફાની અડધી સદી ફટકારી હતી. આ સ્કોરનો પીછો કરતા KKRની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન નીતિશ રાણાએ 75 રનની ઇનિંગ રમી હતી અને રિંકુ સિંહે તોફાની રીતે અણનમ 58 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત તરફ લઇ જઇ શક્યો નહોતો. KKR નિર્ધારિત 20 ઓવરમાં 205 રન બનાવવામાં સફળ રહી અને મેચમાં તેમને 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp