મહિલા ક્રિકેટરે કહ્યું ભારતીય ટીમ એશિયા કપ જીતી લાવશે

PC: timesofindia.indiatimes.com

એશિયા કપ 2023ની શરૂઆતથી 30 ઑગસ્ટથી થશે. ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) તરફથી સોમવારે (21 ઓગસ્ટના રોજ) 17 સભ્યોની ભારતીય સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. સ્કવોડની જાહેરાત થાય બાદ મહિલા ભારતીય ક્રિકેટર શેફાલી વર્માએ દાવો કરતા કહ્યું કે, ભારતીય ટીમ એશિયા કપ જીતી શકે. તેને ભારતીય ટીમના સ્ક્વોડ બાબતે કહ્યું કે, ટીમ મજબૂત દેખાઈ રહી છે.

શેફાલી વર્માએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, ‘ટીમ ખૂબ મજબૂત દેખાઈ રહી છે. જે પણ ઇજાના કારણે મિલ કરી રહ્યા હતા, તેઓ પુર્નરાગમન કરી રહ્યા છે. એટલે મને લાગે છે કે ટીમ ખૂબ મજબૂત થઈ ગઈ છે એટલે મને લાગે છે કે તે જીતી જશે. શેફાલી વર્માએ વન-ડે વર્લ્ડ કપ 2023માં પણ ભારતની જીતની ઈચ્છા જાહેર કરી. આ વખત વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી રમાશે.

એ સિવાય શેફાલી વર્માએ મહિલા ભારતીય ટીમની કેપ્ટન્સી હરમનપ્રીત કૌર અને અમ્પાયર્સ વચ્ચે બંગલાદેશ વિરુદ્ધ મેચમાં થયેલા વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી. શેફાલી વર્માએ કહ્યું કે, ‘હું હરમનપ્રીત કૌર બાબતે વધુ નહીં કહી શકું, પરંતુ એક ટીમના રૂપમાં અમે હંમેશાં ભારતીય ટીમ, દેશ માટે સારું કરવા માટે વિચારીએ છીએ. ક્યારેક ક્યારેક અમારે ઉપર નીચે જવું પડે છે, પરંતુ અમે હાર્ડ વર્ક કરી શકીએ છીએ એટલે અમે હાર્ડ વર્કમાં વિશ્વાસ કરી રહ્યા છીએ. અમે એ જ વિચારી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, હરમનપ્રીત કૌરે બાંગ્લાદેશ પ્રવાસ પર ઢાકામાં અમ્પાયર સાથે બહેસ કર્યા બાદ સ્ટેમ્પ પર બેટ મારી દીધી હતી. મહિલા ભારતીય કેપ્ટનને આ હરકત માટે 3 ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા અને એક અન્ય અંક સાર્વજનિક નિંદા માટે મળ્યો હતો. એ સિવાય હરમનપ્રીત કૌર પર મેચ ફિસનો 25 થી 50 ટકા સુધી દંડ પણ લગાવવામાં આવ્યો હતો. હરમનપ્રીત કૌરનો સ્ટેમ્પ પર બેટ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

એશિયા કપ માટે પસંદ થયેલા 16 ખેલાડી:

રોહિત શર્મા (કેપ્ટન),  વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન, અક્ષર પટેલ, શર્દૂલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (રિઝર્વ વિકેટકીપર).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp