માર્કરમે LSG સામેની હાર બાદ SRHની મોટી ભૂલનો કર્યો ખુલાસો

PC: BCCI

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની 58મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડેન માર્કરમે મેચ બાદ ખુલાસો કર્યો કે, એક મોટી પાર્ટનરશિપની કમી તેમની ટીમને ભારે પડી ગઈ. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરી અને સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા.

જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પ્લેઓફમાં પહોંચવાનું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. મેચ બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડેન માર્કરમે કહ્યું કે, અમને લાગ્યું કે, સ્કોર સારો છે. અમને એક મોટી પાર્ટનરશિપની કમી અનુભવાઈ. વિકેટ સારી હતી, પરંતુ અંતમાં ધીમી થઈ ગઈ. અભિષેક શર્માની ઓવરમાં 5 સિક્સ લાગવાથી મેચનું પાસું પલટી ગયું.

એડેન માર્કરમે જણાવ્યું કે, અભિષેકને શું સંદેશો આપ્યો હતો અને દબાવમાં તેની ટીમ કેવી રીતે વિખેરાઈ ગઈ. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડેન માર્કરમે જણાવ્યું કે, અભિષેક શર્માને સંદેશ સ્પષ્ટ આપ્યો હતો કે, વિકેટ લાઇન પર બોલિંગ રાખે. દબાવ અલગ વસ્તુ છે. જ્યારે માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરન જેવા ખેલાડી તમારા પર દબાવ બનાવે છે તો તમારી સખત પરીક્ષા થાય છે. સાથે જ એડેન માર્કરમે એ પણ જણાવ્યું કે, મેચમાં તેણે બોલિંગ કેમ નહોતી કરી.

તેણે કહ્યું કે, એક વખત જ્યારે જમણા હાથના બેટ્સમેન પીચ પર આવી ગયા તો મને નથી લાગતું કે બોલિંગ કરવા માટે હું ઉપયુક્ત છું. સનરાઇઝર્સ હૈદરાબાદને આશા છે કે પોતાની બચેલી બધી મેચ જીતે જેથી પ્લેઓફની રેસમાં અન્ય ટીમોને સખત ટક્કર આપી શકે. આ બાબતે વાત કરતા એડેન માર્કરમે કહ્યું કે, આગામી 3 મેચ અમારા છોકરાઓએ અવસર તરીકે જોવા પડશે. તેમને તેની ગણતરી કરાવવી પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદની પોઇન્ટ્સ ટેબલમાં સ્થિતિની વાત કરીએ તો 11 મેચોમાં 8 પોઇન્ટ્સ સાથે નવમા નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp