મને ઝેર આપવામાં આવ્યું, આફ્રિદીએ 40-50 લાખ રૂપિયા આપ્યા: પૂર્વ ઑપનરનો ખુલાસો

PC: cricket.one

પાકિસ્તાન ક્રિકેટમાં મોટાભાગે કોઈક ને કોઈક ખુલાસો થતો જ રહે છે, પછી તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PBC) પ્રમુખના રૂપમાં રમીઝ રાજાને અચાનક બહાર કરવાનું હોય કે પછી બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ લગાવનારી કોઈ હસીના હોય. પાકિસ્તાન ક્રિકેટે અર્શથી લઇને ફર્શ સુધી બધુ જ દેખાડી દીધું છે. જો કે, હવે એક પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે, જેણે ક્રિકેટ જગતને હલાવી નાખ્યું છે. પાકિસ્તાનના પૂર્વ ઑપનર ઈમરાન નઝીરે એક હેરાન કરનારો ખુલાસો કર્યો છે.

તેણે ખુલાસો કરતા કહ્યું કે, જ્યારે તે પોતાના કરિયરના ચરમ પર હતો, ત્યારે તેને ઝેર આપવામાં આવ્યું હતું. ઈમરાન નઝીરે વર્ષ 1999થી લઈને વર્ષ 2012 વચ્ચે પાકિસ્તાન માટે 8 ટેસ્ટ અને 79 વન-ડે મેચ રમી છે. ઈમરાન નઝીરના આ ખુલાસાએ ન માત્ર પાકિસ્તાન ક્રિકેટ, પરંતુ વર્લ્ડ ક્રિકેટમાં હાહાકાર મચાવી દીધો છે. નાદિર અલી પૉડકાસ્ટ પર બોલતા તેણે કહ્યું કે, જ્યારે મેં હાલમાં જ MIR અને બધી સારવાર કરાવી તો એક નિવેદન જાહેર કરવામાં આવ્યું, જેમાં ખબર પડી કે, ઝેર આપવામાં આવ્યું હતું.

ઈમરાન નઝીરે આગળ કહ્યું કે, મારા બધા જોડ ખરાબ થઈ ગયા હતા અને આ કારણે હું લગભગ 6-7 વર્ષ સુધી પીડિત રહ્યો, પરંતુ મેં ભગવાનને માત્ર એ જ પ્રાર્થના કરી કે, પ્લીઝ મને બેડ પર ન લાવતા અને આભાર છે કે એમ ક્યારેય ન થયું. હું આમ તેમ ફરતો હતો અને જ્યારે લોકો પૂછતા હતા કે તમે બરાબર જોઈ રહ્યા છો’ તો મને ઘણા લોકો પર શંકા હતી, પરંતુ મેં ક્યારે અને શું ખાધુ, મને ખબર ન પડી શકી. કેમ કે ઝેર તાત્કાલિક પ્રતિક્રિયા કરતું નથી. તે તમને વર્ષો સુધી મારે છે.

તેણે કહ્યું કે, જેણે પણ એમ કર્યું છે, મેં તેનું ખરાબ ઇચ્છયું નથી. બચાવનારો સૌથી સારો છે. તેના મુશ્કેલ સમય દરમિયાન શાહિદ આફ્રિદી તેની સાથે પહાડની જેમ ઊભા રહ્યા અને તે આફ્રિદીનો ઋણી રહેશે. નઝીરે જણાવ્યું કે, મેં પોતાની સારવાર પર આખી જિંદગીની બચત ખર્ચ કરી દીધી છે. અંતે એક છેલ્લી સારવાર થઈ, જેમાં શાહિદ આફ્રિદીએ મારી ખૂબ મદદ કરી. તેણે મને જરૂરિયાતના સમયે મદદ કરી. જ્યારે હું શાહિદભાઈને મળ્યો તો મારી પાસે કશું જ બચ્યું નહોતું. એક દિવસની અંદર મારા ડૉક્ટરના ખાતામાં પૈસા આવી ગયા હતા, ત્યારે આફ્રિદીએ કહ્યું હતું કે, ગમે એટલા પૈસા જોઈએ, મારો ભાઈ સારો થઈ જવો જોઈએ. તેણે લગભગ 40-50 લાખ રૂપિયા ખર્ચ કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp