લગ્ન પહેલા સેક્સ નહીં, ઓલિમ્પિક ખેલાડીએ લખી ઈમોશનલ પોસ્ટ

જાણીતી ઓલિમ્પિક ખેલાડી અને ઘણી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી લોલો જોન્સની એક ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. લોલો જોન્સે આ પોસ્ટમાં કહ્યું છે કે લગ્ન પહેલા સેક્સ ન કરવાના નિર્ણયને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તેણે એ પણ કહ્યું છે કે એક પુરુષ સાથે 8 મહિના સુધી વાત કર્યા પછી તેણે તેને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. લોકોની કોમેન્ટ્સ અને રિલેશનશીપથી પરેશાન અમેરિકી એથ્લીટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેણે કહ્યું છે કે લોકો તેને એક નિર્ણયના કારણે સતત ટ્રોલ કરી રહ્યા છે. અસલમાં તેણે નિર્ણય લીધો છે કે તે લગ્ન પછી જ સેક્સ કરશે.
39 વર્ષની ઓલિમ્પિક હર્ડલર અને બોબ્સલૌડર લોલો જોન્સે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે- આજે મેં તે છોકરાને બ્લોક કરી દીધો, જેની સાથે હું છેલ્લા 8 મહિનાથી વાત કરી રહી હતી. હવે હું તેને વધારે સહન કરી શકું તેમ નથી. તે મને ઘણા બધા મિક્સ્ડ સિગ્નલ આપતો હતો. તે લગ્ન અને બાળકોની વાતો કરતો હતો પરંતુ તે મને ફ્રેન્ડ ઝોનમાં રાખતો હતો. મને મળવા માટે પણ ક્યારેય સમય કાઢતો ન હતો. મારું દિલ ઘણું ભારે છે. જોન્સે આગળ લખ્યું છે- હું મારી ડેટિંગ લાઈફથી ઘણી પરેશાન છું. હું ભગવાનને સતત પ્રાર્થના કરી એક સારો છોકરો માંગી રહી છું. હું વર્ષોથી રડતા રડતા પણ ભગવાન પાસે એક સારા પતિની માંગ કરી રહી છું.
જોન્સે પોતાની ફીલિંગ્સ અંગે જણાવતા આગળ કહ્યું છે કે- મેં ભગવાનને એ પણ પ્રાર્થના કરી છે કે જો તેઓ નથી ઈચ્છતા કે હું લગ્ન કરું તો મારી અંદરથી લગ્નની ઈચ્છાને પણ તેઓ ખતમ કરી દે. પરંતુ જેમ વર્ષોના વર્ષો પસાર થઈ રહ્યા છે. મારી અંદર લગ્નની ઈચ્છા વધી રહી છે. હું ઈચ્છું છું કે મારી પણ ફેમિલી હોય પરંતુ મારું દિત તૂટતું જ રહ્યું છે. જોન્સે આગળ કહ્યું છે કે- પુરુષો મને છોડતા રહ્યા છે કારણ કેહું લગ્ન પહેલા સેક્સ નથી કરવાની. છોકરાઓ મને સીધો મેસેજ કરીને લખે છએ કે હું વૃદ્ધ થઈ રહી છું. ભગવાન તમે ક્યાં છો. મારી ભગવાન પાસે એક જ માંગણી છે કે તે મારા દિલની ઈચ્છા પૂરી કરે, તમે જ કહો છો કે એકથી ભલા બે. બીજા એક પોસ્ટમાં તેણે વીડિયો શેર કરીને તેમાં બધા લોકોનો પોતાને સાથ આપવા બદલ આભાર માન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp