
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચમાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સીરિઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ લગભગ છ વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહી છે. અગાઉ, તેણે છેલ્લી વખત વર્ષ 2017માં ટેસ્ટ શ્રેણીમાં ભાગ લીધો હતો, જ્યાં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી શ્રેણી જીતી હતી.
આ શ્રેણી શરૂ થવામાં હજુ થોડા દિવસો બાકી છે, પરંતુ નિવેદનોનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીએ ભારતીય પિચો પર સવાલો ઉઠાવ્યા છે. હીલીને આશંકા છે કે, નાગપુર, દિલ્હી, ધર્મશાલા અને અમદાવાદની પીચો સ્પિન ફ્રેન્ડલી ન બનાવી દે.
હિલીએ SEN રેડિયોને કહ્યું, 'તેમની (ભારત) સારી ટીમ છે, પરંતુ હું તેમના સ્પિનરોથી બહુ ડરતો નથી જ્યાં સુધી કે તેઓ વિચિત્ર પીચ બનાવી દેતાં નથી, જેમ કે, પાછલી વખતે તેઓએ શ્રેણીના વચ્ચે કર્યું હતું તેમ. બે પીચ તો ડરામણી હતી, અયોગ્ય હતી અને પહેલા જ દિવસથી સ્પિનરોનું વર્ચસ્વ છવાઈ ગયું હતું.'
ઇયાન હીલીએ આગળ કહ્યું, 'આ પ્રકારની પીચ પર તેઓ અમારા કરતા વધુ સારી રીતે રમશે, પરંતુ જો તેઓને સપાટ ભારતીય પીચ મળે, સારી સપાટ બેટિંગવાળી પીચ મળે અને બોલરોએ ખરેખર સખત મહેનત કરવી પડે, તો મને લાગે છે કે અમે જીતી શકીશું. મારું અનુમાન છે કે ભારત 2-1થી જીતશે.'
ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે નાથન લિયોન, મિશેલ સ્વેપ્સન, એશ્ટન અગર અને અનકેપ્ડ ટોડ મર્ફીનો સમાવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાને શ્રેણી પહેલા જ આંચકો લાગી ચુક્યો છે, કારણ કે ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક 9 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. સ્ટાર્કને દક્ષિણ આફ્રિકા સામે બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી અને તે દિલ્હી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે.
હીલીનું માનવું છે કે, જો સ્ટાર્ક બીજી ટેસ્ટ માટે સમયસર પરત ફરશે તો પણ તેને મેચ પ્રેક્ટિસ ન મળવાની ચિંતા રહેશે. મારી ચિંતા તેના (સ્ટાર્ક) પ્રથમ ટેસ્ટમાં નહીં રમવાની છે. જો સ્ટાર્ક પ્રથમ ટેસ્ટ માટે નહીં હોય તો તેને બીજી ટેસ્ટની તૈયારી માટે પણ સમય નહીં મળે. ત્યારબાદ પ્રેક્ટિસ મેચ પણ નથી. હીલીએ આશા વ્યક્ત કરી હતી કે ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝ શ્રેણીમાં સફળ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp