ICC પ્લેયર ઓફ ધ મંથના દાવેદારોની થઇ જાહેરાત,જાણો ભારતીય ખેલાડીઓનું નામ છે કે નહિ

PC: reuters.com

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જુલાઇ મહિનામાં શાનદાર પ્રદર્શન કરનારા પુરુષ અને મહિલા ખેલાડીઓને ICC પ્લેયર ઓફ ધ મંથના એવોર્ડથી સન્માનિત કરવા માટે દાવેદારોની જાહેરાત કરી દીધી છે. ગયા મહિને ઘણા ખેલાડીઓએ શાનદાર રમત દેખાડી. જેમાં વર્લ્ડ કપ ક્વાલિફાયર્સ અને એશેજ સીરિઝના ઘણા ખેલાડીઓના પ્રદર્શન પર નજર રહી. ICC પુરુષ પ્લેયર ઓફ ધ મંથમાં માત્ર 3 ખેલાડીઓને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે, જેમાંથી ઇંગ્લેન્ડના જેક ક્રોલી અને ક્રિસ વોક્સનું નામસ સામેલ છે તો ત્રીજા ખેલાડીના રૂપમાં નેધરલેન્ડના બાસ ડી લીડનું સિલેક્શન કરવામાં આવ્યું છે.

નેધરલેન્ડની ટીમે આ વર્ષે થનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ક્વાલિફાયર કરી લીધું છે. ઝીમ્બાબ્વેમાં આયોજિત થયેલા વર્લ્ડ કપ ક્વાલિફાયર્સમાં નેધરલેન્ડે ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન ઓલરાઉન્ડર બાસ ડી લીડનું રહ્યું. સ્કોટલેન્ડ વિરુદ્ધ થયેલી વર્ચૂઅલ નોકઆઉટ મેચમાં તેણે વિકેટ લેવા સાથે સાથે શાનદાર સદી પણ ફટકારી હતી અને વન-ડે ઇતિહાસમાં એમ કરનારો તે પાંચમો ખેલાડી બન્યો હતો. એટલે તેના નામને પણ આ લિસ્ટમાં નામિત કરવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડના બે ખેલાડીઓને આ લિસ્ટમાં જગ્યા મળી છે જેમાં ઑપનર બેટ્સમેન જેક ક્રોલી અને ક્રિસ વોક્સનું નામ સામેલ છે. જેક ક્રોલીએ એશેજ 2023માં 5 ટેસ્ટ મેચોની 9 ઇનિંગ્સમાં 480 રન બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદી અને એક સદી સામેલ રહી. ઑપનર બેટ્સમેનના રૂપમાં તેણે આક્રમક બેટિંગ કરી જેના કારણે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશેજ સીરિઝને ડ્રો કરાવવામાં સફળ રહી. જેક ક્રોલી સિવાય ક્રિસ વોક્સે એશેજ સીરિઝમાં માત્ર 3 મેચોમાં હિસ્સો લીધો.

બોલિંગમાં તેણે 19 વિકેટ લીધી તો બેટિંગમાં પણ તેણે મહત્ત્વનું યોગદાન આપ્યું. એશેજ સીરિઝ ડ્રો થયા બાદ ક્રિસ વોક્સને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહિલા પ્લેયર ઓફ ધ મંથના દાવેદારોમાં ઓસ્ટ્રેલિયાની બે મહિલા ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે જેમાં એશ્લે ગાર્ડનર અને એલિસ પેરીનું નામ છે. એ સિવાય ઇંગ્લેન્ડની નેટ સીવર બ્રન્ટને પણ આ દાવેદારી લિસ્ટમાં જગ્યા મળી છે. ઉલ્લેખનીય છે કે આ લિસ્ટમાં એક પણ ભારતીય ખેલાડીનું નામ સામેલ નથી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે યશસ્વી જયસ્વાલનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું તો વિરાટ કોહલીએ પણ સદી ફટકારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp