ક્લિયર કેચ નહીં હોય તો પણ હવે ફીલ્ડ અમ્પાયર નહીં આપે સોફ્ટ સિગ્નલ, મોટો નિર્ણય

PC: twitter.com

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સોફ્ટ સિગ્નલને સમાપ્ત કરવા જઈ રહ્યું છે. એટલે કે, હવે થર્ડ અમ્પાયર જ નક્કી કરશે કે કેચ યોગ્ય હતો કે નહીં. તેની શરૂઆત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂને ઇંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલથી થશે. ICCના આ નિર્ણય અંગે વાત કરીએ તો...

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે મુલ્તાનમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. પાકિસ્તાનને મેચમાં જીતવા માટે 355 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમ 6 વિકેટ ગુમાવીને 291 રન બનાવી ચુકી હતી. સઉદ શકીલ 94 રન બનાવીને રમી રહ્યો હતો. ત્યારે જ અચાનક માર્ક વુડની એક બોલ પર બેટનો એક એજ લાગ્યો. જેને કીપર ઓલી પોપે કેચ કરી લીધો. જોકે, કેચ ક્લીન નહોતો તો ફીલ્ડ અમ્પાયરે તેને થર્ડ અમ્પાયર પાસે રેફર કર્યો. વારંવાર રિપ્લે જોયા બાદ પણ થર્ડ અમ્પાયરને કંઈ સ્પષ્ટ દેખાઈ રહ્યું નહોતું. છતા શકીલે પેવેલિયન પાછુ જવુ પડ્યું. કારણ હતું, ફીલ્ડ અમ્પાયર દ્વારા આપવામાં આવેલું આઉટનું સોફ્ટ સિગ્નલ. શકીલના આઉટ થવાનું નુકસાન પાકિસ્તાને ઉઠાવવું પડ્યું અને ટીમ જીતી રહેલી મેચ 28 રનથી હારી ગઈ.

જોકે, આ પહેલો અવસર નહોતો જ્યારે આ સોફ્ટ સિગ્નલને લઇને વિવાદ થયો હતો. હવે સમાચાર એવા આવ્યા છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ નિયમને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સોફ્ટ સિગ્નલ વિશે વધુ વાત કરીએ તે પહેલા એ જાણી લો કે આખરે આ સોફ્ટ સિગ્નલ શું હોય છે.

શું હોય છે સોફ્ટ સિગ્નલ?

કોઇપણ પ્રકારનો ક્લોઝ કેચ, જેમા એ જાણી ના શકાય કે કેચ યોગ્ય રીતે લેવાયો છે કે નહીં. આ સ્થિતિમાં મેદાન પર રહેલા અમ્પાયર પહેલા એકબીજા સાથે વાત કરે છે, પછી તેઓ એક નિર્ણય આપીને તેને થર્ડ અમ્પાયર પાસે રેફર કરી દે છે. તેને જ સોફ્ટ સિગ્નલ કહેવાય છે. ત્યારબાદ થર્ડ અમ્પાયર ઘણા એંગલ અને રીપ્લે દ્વારા તેને જુએ છે. જો તેમને કોઈ મજબૂત પુરાવા મળે કે મેદાન પર રહેલા અમ્પાયરનો નિર્ણય ખોટો છે, તો જ તે એ નિર્ણયને બદલે છે. પરંતુ, જરા પણ કન્ફ્યુઝનની સ્થિતિમાં ટીવી અમ્પાયર મેદાન પર હાજર અમ્પાયરના નિર્ણયને જ માની લે છે.

નિયમ હટાવવાથી શું થશે?

હવે આ નિયમ હટાવ્યા બાદ થર્ડ અમ્પાયરનો રોલ મહત્ત્વનો બની જશે. જો ફીલ્ડ અમ્પાયરને કોઈ નિર્ણયને લઇને કન્ફ્યુઝન છે તો કોઈપણ પ્રકારનું સિગ્નલ આપ્યા વિના તેને થર્ડ અમ્પાયરની પાસે રેફર કરી શકે છે. જ્યાં સંદિગ્ધ કેચો પર કોઈપણ નિર્ણય લેવાનો અંતિમ અધિકાર થર્ડ અમ્પાયર પાસે હશે.

આ પહેલા સૂર્યકુમાર યાદવને આઉટ આપવાને લઇને પણ એકવાર ખૂબ વિવાદ થયો હતો. 18 માર્ચ, 2021ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ રમાઈ રહી હતી. ત્રીજા નંબર પર બેટિંગ માટે ઉતરેલા સૂર્યકુમાર યાદવે 31 બોલ પર 57 રન ફટકાર્યા હતા. પરંતુ, ઇન્ડિયન ઇનિંગની 14મી ઓવરમાં સૂર્યકુમારના શોટને દાવિદ મલાને પકડી લીધો.

જોકે, કેચ ક્લિયર દેખાઈ રહ્યો નહોતો તો ફીલ્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આપીને તેને થર્ડ અમ્પાયર તરફ રેફર કરી દીધો. ઘણીવાર રિપ્લે જોવા છતા કંઈ સ્પષ્ટ ના થયુ અને થર્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલના કારણે તેને આઉટ આપી દીધો. સૂર્યકુમાર યાદવ આ દરમિયાન પહેલીવાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બેટિંગ કરવા ઉતર્યો હતો. સોફ્ટ સિગ્નલને લઇને બેન સ્ટોક્સ પણ સવાલ ઉઠાવી ચુક્યો છે અને હવે તેને સમાપ્ત કરવાનો નિર્ણય સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp