અમ્પાયરના નિર્ણયનો વિરોધ ગિલને ભારે પડ્યો, ICCએ 115% દંડ ફટકાર્યો, ભારતને પણ
લંડનના ધ ઓવલ ખાતે રમાયેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં ધીમી ઓવર રેટ માટે ઓસ્ટ્રેલિયા અને ભારતને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ICCએ તેના પર પણ ભારે દંડ ફટકાર્યો છે. WTC ફાઈનલના પાંચમા દિવસે ભારત ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારી ગયું હતું.
રવિવારે મેચના અંતિમ દિવસ પછી તરત જ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત તેમની ધીમી ઓવર-રેટ માટે તેમની તમામ મેચ ફી ગુમાવશે. ઉપરાંત, સાથે જ ઓસ્ટ્રેલિયાએ પણ તેની મેચ ફીના 80 ટકા ગુમાવ્યા છે, કારણ કે બંને ટીમોએ તેમની ઓવરો સમયસર ફેંકી ન હતી. બંને ટીમો 4-4 ઝડપી બોલરો સાથે ગઈ હતી અને કોઈપણ ટીમ કોઈ પણ દિવસે સમયસર સંપૂર્ણ ઓવરો ફેંકી શકી ન હતી.
ભારતીય ટીમ પહેલા દિવસે માત્ર 85 ઓવર જ ફેંકી શકી હતી. જ્યારે, ઓસ્ટ્રેલિયાની ટીમે એક દિવસમાં 84 ઓવર કરી હતી. આમ, પાંચ ઓવર મોડી બોલિંગ કરવા બદલ ભારતને મેચ ફીનો 100 ટકા અને ઓસ્ટ્રેલિયાને ચાર ઓવર મોડી બોલિંગ કરવા બદલ મેચ ફીનો 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે, શુભમન ગિલે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેના પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
ICCની ખેલાડીઓ અને પ્લેયર સપોર્ટ સ્ટાફ માટેની આચાર સંહિતાની કલમ 2.22 મુજબ, ખેલાડીઓને દરેક ઓવર માટે તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે, જ્યારે તેઓ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય છે. આ જ કારણ છે કે ભારતીય ખેલાડીઓએ સમગ્ર મેચ ફી ગુમાવવી પડી હતી અને ઓસ્ટ્રેલિયાને મેચ ફીના 80 ટકા ગુમાવવા પડ્યા હતા.
કેમેરોન ગ્રીનના કેચ પર આંગળી ઉઠાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ICCએ શુભમન ગિલ વિરુદ્ધ કાર્યવાહી કરી. ICCએ તેને કલમ 2.7નો ભંગ કરવા બદલ દોષી ઠેરવ્યો, જે આંતરરાષ્ટ્રીય મેચમાં બનતી ઘટનાના સંબંધમાં જાહેર ટીકા અથવા અયોગ્ય ટિપ્પણી કરવા પર પ્રતિબંધ મૂકે છે. આ માટે યુવા ઓપનર પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
🚨 JUST IN: India, Australia and star opener sanctioned by the ICC.
— ICC (@ICC) June 12, 2023
Details ⬇️https://t.co/n1AVCUeVTm
શુભમન ગિલના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. 24 મહિનામાં તેનો આ પહેલો ગુનો છે. ગીલે લેવલ 1નો ભંગ કર્યો છે, જેમાં ઓછામાં ઓછો સત્તાવાર ઠપકો, ખેલાડીની મેચ ફીના મહત્તમ 50 ટકાનો દંડ અથવા એક કે બે ડિમેરિટ પોઈન્ટનો સમાવેશ થાય છે, જે 24 મહિના સુધી ખેલાડીના શિસ્તના રેકોર્ડમાં રહે છે. 4 પોઈન્ટ એક મેચની પેનલ્ટીમાં પરિણમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp