ઇન્દોર ટેસ્ટ 3 દિવસમાં પૂરી, પીચને લઇને ICCએ આપી આ સજા

PC: BCCI

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમને ઇન્દોર ટેસ્ટમાં 9 વિકેટથી શરમજનક હાર મળી છે. આ મેચ ત્રીજા દિવસે પહેલા સેશનમાં જ સમાપ્ત થઇ ગઇ. તેને લઇને પીચની ખૂબ નિંદા પણ થઇ રહી છે. ઘણા દિગ્ગજોએ પીચની નિંદા કરી છે, પરંતુ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસેથી પણ પીચને લઇને એક મોટી સજા મળી છે. ICCએ ઇન્દોર પીચને ‘ખરાબ’ રેટિંગ આપી છે. આ રેટિંગ ICC પીચ એન્ડ આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રોસેસ હેઠળ આપવામાં આવી છે.

તેની સાથે જ મેચ રેફરીના રિપોર્ટ બાદ ઇન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમને 3 ડિમેરિટ પોઇન્ટ પણ આપવામાં આવ્યા છે. ICCના મેચ રેફરી ક્રિસ બ્રોડે મેચને લઇને અધિકારીઓ અને બંને ટીમોના કેપ્ટનો સાથે પણ ચર્ચા કરી હતી. ક્રિસ બ્રોડે મેચ અધિકારીઓની ચિંતાને પણ વ્યક્ત કરી. સાથે જ આ બધા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ICCને મોકલ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ એક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. હવે કાર્યવાહી વિરુદ્ધ અપીલ માટે 14 દિવસનો સમય છે.

ક્રિસ બ્રોડે કહ્યું કે, આ પીચ ખૂબ જ ડ્રાય હતી. તેના પર બેટ્સમેન અને બોલરો વચ્ચે સંતુલન જ ન બની શક્યું. શરૂઆતથી જ સ્પિનર્સને મદદ મળી. અહીં મેચમાં અસમાન ઉછાળ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી હઠળ ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમ વચ્ચે 4 ટેસ્ટ મેચોની સીરિઝ રમાઇ રહી છે. હાલમાં ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે. સીરિઝની શરૂઆતી ત્રણેય મેચોનું પરિણામ 3 દિવસમાં જ આવી ગયું. હવે ચોથી અને છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે, પરંતુ આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પીચોનો સપોર્ટ પણ કર્યો.

તેણે મેચ બાદ કહ્યું કે, સારી વાત એ છે કે મેચોનું પરિણામ નીકળી રહ્યું છે. પીચનો કોઇ વાંક નથી, પરંતુ બેટ્સમેનોએ જ એવી પીછો પર રન બનાવવા માટેની રીત વિચારવી પડશે. મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં માત્ર 109 રન જ બનાવ્યા હતા, તેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 197 રન બનાવ્યા. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમને 88 રનની લીડ મળી. બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 163 રન બનાવ્યા. લીડ બાદ કરતા ઓસ્ટ્રેલિયન ટીમને 76 રનનો ટારગેટ મળ્યો હતો જેને ઓસ્ટ્રેલિયન ટીમે 9 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp