T20 WCને લઈને આવ્યા મોટા સમાચાર, ICC બદલી શકે છે મેજબાન,એક ટીમનું પત્તુ પણ કપાશે

એશિયા કપના વેન્યૂને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સામસામે છે. આ દરમિયાન હવે વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2024માં વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયક્ત મેજબનીમાં થનારા T20 વર્લ્ડ કપની તૈયારીઓથી ચિંતિત છે અને તે મેજબાન પણ બદલી શકે છે. ટૂર્નામેન્ટના આયોજનમાં માત્ર 12 મહિનાનો સમય બચ્યો છે અને અમેરિકામાં એક પણ સ્ટેડિયમ અત્યાર સુધી તૈયાર કરવામાં આવ્યું નથી.

જો વેન્યૂમાં બદલાવ થાય છે તો અમેરિકાનું વર્લ્ડ કપમાંથી પત્તું કપાઈ જશે. મેજબાન હોવાના કરણે તેને ICC ટૂર્નામેન્ટમાં રમવાનો ચાંસ મળ્યો હતો. News18 CriketNextના રિપોર્ટ મુજબ, ICC ઇંગ્લેન્ડને T20 હોસ્ટ કરવાનો અનુરોધ કરી શકે છે. નવેમ્બર 2021માં ICC તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને સ્કોટલેન્ડને સંયુક્ત રૂપે વર્ષ 2030 વર્લ્ડ કપની જવાબદારી સોંપવામાં આવી હતી. એવામાં ઇંગ્લેન્ડને વર્ષ 2024 અને વર્ષ 2030 વર્લ્ડ કપના અદલા બદલીનો અનુરોધ કરવામાં આવશે.

એવામાં અમેરિકાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો પૂરતો સમય મળી જશે. આ બાબતની જાણકારી રાખનારા એક અધિકારીએ જણાવ્યું કે, અમેરિકામાં હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ ઉત્સાહજનક નથી. એવામાં સંભાવના છે કે, ICC વર્ષ 2024 અને વર્ષ 2030ના આયોજન માટે મેજબનોની અદલા બદલી કરી શકે છે. જૂન-જુલાઈમાં તેનું આયોજન થઈ શકે છે. ગયા વર્ષે થયેલા T20માં ઈંગ્લેન્ડને જીત મળી હતી. તેણે બીજી વખત ટ્રોફી પર કબજો કરી હતો.

અમેરિકા ક્રિકેટ બોર્ડમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે, તમે ટૂર્નામેન્ટ ક્યાં કરાવશો. ગત દિવસોમાં ICCની મુલાકાત થઈ, પરંતુ જે જગ્યા જોવામાં આવી, તેના સ્ટેન્ડ પર ખરું ઉતરવાનું મુશ્કેલ છે. એક વેન્યૂ માટે જ ICCએ ઘણા સખત નિયમ છે. એવામાં જો તેમાં રૂકાવટ આવે છે તો તેને સમય પર પૂરા નહીં કરી શકાય. જો કે, અત્યાર સુધી ICCએ સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. ખેર હવે જોવાનું એ રહેશે કે ICC શું નિર્ણય લે છે? વેન્યૂમાં બદલાવ થશે કે નહીં એ તો આગામી સમયમાં ખબર પડી જશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.