369 કરોડમાં આ કંપની બની ભારતીય ટીમની ટાઇટલ સ્પોન્સર, 1 મેચ માટે 4 કરોડથી વધુ
ક્રિક્રેટ મેચોનું આયોજન કરીને અઢળક કમાણી કરતી BCCIને નવો ટાઇટલ સ્પોન્સર મળી ગયો છે. BCCIએ ટાઇટલ સ્પોન્સર માટેની આ ડીલ 369 કરોડ રૂપિયામાં કરી છે. ઉપરાંત પ્રસારણ સ્પોન્શરશીપમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરશે.BCCIએ IDFC ફર્સ્ટ બેંક સાથે કરાર કર્યો છે. આ પહેલા આ અધિકાર Paytm પાસે હતો. એટલે કે હવે IDFC ફર્સ્ટ બેંક એક મેચ માટે BCCIને 4 કરોડથી વધુ રૂપિયા ચૂકવશે.
IDFC ફર્સ્ટ બેંકે ભારતમાં રમાનારી BCCIની બધી સ્થાનિક અને આંતરારાષ્ટ્રીય મેચો માટે ટાઇટલ સ્પોન્સરનો અધિકાર મેળવી લીધો છે.આગામી 3 વર્ષ સુધી BCCI દ્રારા આયોજિત ઇન્ટરનેશનલ મેચો ( મહિલા અને પુરષ બંને માટે) સ્થાનિક ક્રિક્રેટ મેચો જેવી કે ઇરાની ટ્રોફી. દુલીપ ટ્રોફી, રણજી ટ્રોફી, જૂનિયર ક્રિક્રેટ ( અંડર-19 અને અંડર23) મેચો માટેની ટાઇટલ સ્પોન્સર IDFC બેંક હશે.
BCCI અને IDFC ફર્સ્ટ બેંક વચ્ચેનો આ કરાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારા વન-ડે વિશ્વકપ પહેલા રમાનારી 3 મેચોની સીરિઝ સાથે અમલી બનશે.
BCCIના અધ્યક્ષ રોજર બિન્નીએ કહ્યું કે, અમને અમારી બધી સ્થાનિક મેચો માટે ટાઇટલ સ્પોન્સર તરીકે IDFC ફર્સ્ટ બેંકનું સ્વાગત કરતા ખુશી થઇ રહી છે. તેમની પ્રતિબદ્ધતા અને દ્રષ્ટિકોણ ક્રિક્રેટની ભાવનાને અનુરૂપ છે અને અમે એક સફળ સહયોગની આશા રાખીએ છીએ, જે રમત અને તેના સમર્પિત પ્રસંશકોને લાભ આપશે.
આ પહેલા ભારતની બધી સ્થાનિક મેચો માટે ટાઇટલ સ્પોન્સરનો અધિકારી Paytm પાસે હતો. આ કંપનીએ ટાઇટલ સ્પોન્સર તરીકેની તેમની ભાગીદારીને સમાપ્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ પછી માસ્ટરકાર્ડ દેશમાં રમાનારી મેચો માટે ટાઇટલ સ્પોન્સર તરીકે રહ્યુ હતું. હવે આ અધિકાર IDFC ફર્સ્ટ બેંકને મળ્યો છે. આ બેંક પાસે આગામી 3 વર્ષ એટલે કે ઓગસ્ટ 2026 સુધી આ અધિકાર રહેશે. આ 3 વર્ષના સમયગાળામાં કુલ 56 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે જેના દ્રારા BCCIને 987.84 કરોડ રૂપિયાની કમાણી થશે. અગાઉના ટાઇટલ સ્પોન્સરમાં એક મેચ દીઠ 3.6 કરોડ રૂપિયા વસુલવામાં આવતા હતા, જેમાં હવે મેચ દીઠ 60 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
BCCI આગામી મહિનામાં સ્થાનિક પ્રસારણ અધિકાર દ્રારા પણ મોટી કમાણી કરી શકે છે. તાજેતરમાં જ,BCCIએ બાયજૂસની જગ્યાએ ઓનલાઇન ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ-11ને ભારતીય ટીમના સત્તાવાર સ્પોન્સરના રૂપમાં સામેલ કર્યું હતું. કિલર પછી એડિડાસ જર્સી સ્પોન્સર છે. પહેલાં આ અધિકાર MPL પાસે હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp