પાકિસ્તાની ખેલાડી સલમાન બટે સૂર્યકુમાર માટે કહ્યું- જો તે પાકિસ્તાનમાં હોત તો...

PC: khabarchhe.com

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ રમેલી ત્રીજી T20 મેચમાં 51 બૉલમાં નોટઆઉટ 112 રન બનાવ્યા હતા. રાજકોટમાં થયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે પોતાના કરિયરની ત્રીજી સદી લગાવી હતી. T20માં સૌથી વધુ સદી બનાવવાની બાબતે તેનાથી આગળ ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે, જેણે આ ફોર્મેટમાં 4 સદી લગાવી છે. સૂર્યકુમાર યાદવની આ ઇનિંગ જોઇને દરેક વખતની જેમ આ વખત પણ ફેન્સથી લઇને ક્રિકેટ એક્સપર્ટ પણ વખાણ કરતા થાકી રહ્યા નથી.

આ લિસ્ટમાં પાકિસ્તાની પૂર્વ કેપ્ટન સલમાન બટનું નામ પણ જોડાઇ ગયું છે. જો કે, તેણે સૂર્યકુમાર યાદવના વખાણ કરવા સાથે જ પાકિસ્તાનના ક્રિકેટિંગ સેટઅપની નિંદા પણ કરી છે. પાકિસ્તાની પૂર્વ બેટ્સમેન સલમાન બટે સૂર્યકુમાર યાદવને ભાગ્યશાળી ગણાવ્યો છે કે તે ભારત માટે ક્રિકેટ રમી રહ્યો છે. જો તે પાકિસ્તાન માટે રમી રહ્યો હોત તો કદાચ પાકિસ્તાનની એક એવી પોલિસીનો શિકાર થઇ જતો, જેમાં 30 વર્ષ કરતા વધુ ઉંમરવાળા ખેલાડીઓને ટીમમાં જગ્યા મળતી નથી.

સલમાન બટે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, હું દરેક જગ્યાએ વાંચી રહ્યો હતો કે તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્યારે આવ્યો, જ્યારે તે 30 (ઉંમર) પાર કરી ચૂક્યો હતો. મેં વિચાર્યું કે તે લકી છે કે તે ભારતીય છે. જો તે પાકિસ્તાનમાં હોત તો તે 30 ઉપરવાળી પોલિસીનો શિકાર થઇ જતો. (ઉલ્લેખનીય છે કે મીડિયામાં એવા ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રમીઝ રાજા જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ હતા તો બોર્ડ 30 કે તેનાથી વધુ ઉંમરવાળા ખેલાડીઓને મંજૂરી આપતા નહોતા).

સૂર્યકુમાર યાદવે 30 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2021માં તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની પહેલી T20 મેચ રમી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સારું પ્રદર્શન કરવા માટે ટીમમાં જગ્યા મળી હતી. તેમણે કહ્યું કે જે ટીમાં છે તે સારું છે. જે ટીમમાં નથી તેની પાસે કોઇ ચાન્સ નથી. સૂર્યકુમાર યાદવે જગ્યા બનાવી, જ્યારે તે 30 વર્ષનો હતો. તેનો કેસ અલગ છે. સૂર્યકુમાર યાદવની આ વિસ્ફોટક ઇનિંગ જોઇને વેસ્ટ ઇન્ડીઝનો બેટ્સમેન શાઇ હોપ લગભગ પાગલ થઇ ગયો. તેણે પોતાનું ઇમોશન જાહેર કરવા માટે ટ્વીટરનો સહારો લીધો અને એક બાદ એક 4 ટ્વીટ કરી. એક તરફ સૂર્યકુમાર યાદવ રન ઠોકી રહ્યો હતો તો બીજી તરફ સાઇ હોપ ટ્વીટ ઠોકી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp