નેપાળ સાથેની મેચ પણ વરસાદને કારણે ધોવાઇ જાય તો, શું ભારત સુપર-4માં પહોંચી શકશે?

PC: LLivemint.com

એશિયા કપ 2023માં ભારતીય ટીમની પાકિસ્તાનની પહેલી મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી.હવે ટીમ ઇન્ડિયાએ બીજી મેચ નેપાળ સાથે 4 સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકેલ ક્રિક્રેટ સ્ટેડીયમમાં જ રમવાની છે, જ્યા ભારત પાકિસ્તાનની મેચ રમાઇ હતી. ભારત અને નેપાળ વચ્ચે પહેલી વન-ડે મેચ રમાવવાની છે.

ભારતની પાકિસ્તાન સાથેની પહેલી વન-ડે મેચ તો વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી અને બંને ટીમને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાને આ પહેલા નેપાળ સાથેની મેચ ભારી અંતરથી જીતી હતી એટલે પાકિસ્તાન તો સુપર-4માં પહોંચી ગયું છે,પરંતુ, હવે સવાલ એ આવીને ઉભો છે કે, ભારત અને નેપાળની મેચ પણ જો વરસાદને કારણે ધોવાઇ જાય તો શું ભારત સુપર-4માં પહોંચી શકે ખરૂ?

શ્રીલંકાના પલ્લેકેલ ક્રિક્રેટ સ્ટેડીયમ પર 4 સપ્ટેમ્બરે ભારત અને નેપાળ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે અને 4 સપ્ટેમ્બરે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે એવા સંજોગોમાં જો મેચ રદ કરવાની નોબત ઉભી થાય તો ડકવર્થ લૂઇસના નિયમ પ્રમાણે ભારત અને નેપાળને 1-1 પોઇન્ટ આપી દેવામાં આવશે. એટલે પોઇન્ટ ટેબલ પર ભારતના 2 અંક હશે. મતલબ કે ટીમ ઇન્ડિયા સુપર-4 માટે ક્વોલિફાય કરી જશે.

નેપાળની વાત કરીએ તો પાકિસ્તાન સામે નેપાળ હારી ગયું હતું અને ભારત સામેની મેચમાં વરસાદને કારણે 1 પોઇન્ટ મળે છે તો નેપાળનો કુલ આંકડો 1 થશે. મતલબ કે ભારત નેપાળ કરતા આગળ હશે અને સુપર-4માં સામેલ થઇ જશે.

ધારો કે વરસાદ નથી પડતો અને મેચ રમાઇ છે અને કોઇ સંજોગોમાં નેપાળ ભારત સામે જીત મેળવી લે છે તો પછી નેપાળ સુપર-4માં પહોંચી જશે.કારણકે મેચ જીતવાને કારણે નેપાળને 2 પોઇન્ટ મળશે અને ભારત પાસે 1 જ પોઇન્ટ રહેશે. જો કે આ શક્યતા ઘણી ઓછી છે. તેની સામે ભારત જો નેપાળ સામેની મેચ જીતી જશે તો તેને 2 પોઇન્ટ મળશે અને સુપર-4માં ક્વોલિફાયર થઇ જશે.

એશિયા કપ 2023માં ભારતની પહેલી મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાઇ હતી. ભારતે 50 ઓવર રમી લીધી હતી અને 266 રનનો સ્કોર કર્યો હતો. પરંતુ એ પછી વરસાદનું વિઘ્ન ઉભું થયું હતું અને લાંબી રાહ જોયા પછી મેચ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિક્રેટના ચાહકોમાં જબરદસ્ત નિરાશા જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp